- વજન ઘટાડવા સવારમાં ભૂખ્યા પેટે પીઓ હર્બલ ડિટોક્સ ટી
- નારિયેળ કાજૂ પ્રોટીન સ્મૂધી કરશે તમારી મદદ
- એપલ વિનેગરને પાણી અને મધ સાથે પીવાથી થશે ફાયદો
વજન ઘટાડવું છે તો લોકોને માટે મુશ્કેલ ટાસ્ક હોય છે. લોકો ફેટ કે પેટની ચરબની ઘટાડવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. તેમાં કસરત, ડાયટ પ્લાન, ફાસ્ટિંગ પણ ખાસ માનવામાં આવે છે. લાખો કોશિશ બાદ પણ અનેક લોકોનું વજન ઘટતું નથી અને પછી તેઓ હાર માની લેતા હોય છે. વધતું વજન અનેક બીમારીઓને આમંત્રણ આપે છે જેમ કે ડાયાબિટીસ, થાઈરોઈડ, હાઈ બ્લડ પ્રેશર અને હેલ્થની અનેક સમસ્યાઓ કારણ બને છે. આ માટે વજનને કંટ્રોલ કરવાનું જરૂરી બને છે. તો જાણો કયા 3 ડ્રિંક્સ તમારી મદદ કરશે.
હર્બલ ડિટોક્સ ટી
જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો સવારે ઊઠીને ખાલી પેટે આ ચા પીવી સારી રહે છે. વજન ઘટાડવા માટે આ ડ્રિંક ફાયદારૂપ રહેશે. સાથે આ ચા તમારા શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. તમે આદુ, કાળા મરી, ફૂદીનાથી બનતી ચા પી શકો છો. તે તમારા શરીરને એક્ટિવ અને એનર્જિટેક બનાવી રાખવામાં મદદ કરે છે.
નારિયેળ કાજૂ પ્રોટીન સ્મૂધી
વજન ઘટાડવા માટે નારિયેળ પાણીને ફાયદારૂપ માનવામાં આવે છે. લોકો સવારે ઊઠીને ભૂખ્યા પેટે નારિયેળ પાણી પીવાનું પસંદ કરે છે. તે હેલ્થ માટે સારું રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં હેલ્ધી ફેટ અને પ્રોટીન હોય છે અને કેલેરી ઓછી હોય છે. સાથે કાજૂમાં કાર્બનું પ્રમાણ વધારે હોય છે. જે બોડીને એનર્જેટિક બનાવી રાખવામાં મદદ કરી શકે છે. એવામાં નારિયેળ કાજુ પ્રોટીન સ્મૂધી વેટ લોસ કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે કાજુ, નારિયેળ પાણી,અળસીના બીજનો ઉપયોગ કરી શકો છો.
એપલ સાઈડર વિનેગર
વજન ઘટાડવા માટે એપલ સાઈડર વિનેગર ડ્રિંક બેસ્ટ ઓપ્શન છે. સાથે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તમે એપલ સાઈડર વિનેગરનું પાણી મધ સાથે પીશો તો ફાયદો થશે.
ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુના વધારે સેવનથી તેના ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. કોઈ પણ ચીજને રોજિંદા ડાયટમાં સામેલ કરતા પહેલા તમારા ડાયટિશ્યિનની સલાહ લો તે જરૂરી છે.