છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગની સમસ્યા વઘી છે. યુવાનો માટે હાર્ટએટેક એક જીવલેણ બીમારી બની રહી છે. વધુ આશ્ચર્યજનક એ છે કે આજકાલ નાની ઉંમરના લોકો પણ હૃદયરોગનો શિકાર થઈ રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતે નાની ઉંમરે હાર્ટએટેકની સમસ્યાને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો સમયસર તેના જોખમોને જાણીને યોગ્ય ઉપચાર કરવામાં આવે તો મોતના જોખમને ટાળી શકાય છે.
હૃદય રોગનું જોખમ ઘટશે
વધુમાં આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે આ બાબતે કરવામાં આવેલ સંશોધનમાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે બદલાતી જીવનશૈલી અને આહારની અનિયમિતતાના કારણે લોકોમાં હૃદયરોગનો હુમલાનું જોખમ વધ્યું છે. આપણે હૃદયને સ્વસ્થ રાખવા માટે ફક્ત કસરત કે યોગ કરવા પૂરતા નથી. આહારમાં કેટલીક પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરીને હૃદયને સ્વસ્થ રાખી શકીએ છીએ. કારણ કે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર હૃદય રોગનું જોખમ 40 ટકા સુધી ઘટાડે છે.
તમે હાર્ટ સ્વસ્થ રાખવા આ આહારનો પોતાની દિનચર્યામાં સ્થાનો આપો.
ફળો અને શાકભાજી :
પાંદડાવાળા લીલા શાકભાજીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. એટલે હાર્ટના દર્દીઓ માટે તેનું સેવન વધુ અસરકારક સાબિત થશે. આ ઉપરાંત પોતાના આહારમાં વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર એવા ગાજર, શક્કરીયા, ટામેટાં જેવા શાકભાજીને સામેલ કરવા જોઈએ. જે હૃદયને મજબૂત રાખવામાં મદદ કરશે. જ્યારે ફળોમાં એન્ટીઑકિસડન્ટના ઉત્તમ સ્ત્રોત એવા બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને જામુન જેવા ફળોને આહારમાં સામેલ કરી શકો છો. આ ફળોનું સેવન હૃદય રોગનું જોખમ ઘટાડશે.
ડ્રાયફ્રૂટ :
હાર્ટસ્વસ્થ રાખવા બદામ અને દ્રાક્ષ જેવા ડ્રાયફ્રૂટનું સેવન ફાયદાકારક સાબિત થશે. સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે. દ્રાશમાંથી તમને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી મળશે. બદામનું સેવન કરી તમે પ્રોટીનની ઉણપ દૂર કરી શકશો. શરીરને સ્વસ્થ રાખવા પ્રોટીન જરૂરી છે. તમે દરરોજ 5 થી 10 બદામ રાત્રે પાણી પલાળી સવારે સેવન કરી શકો છો.
આખા અનાજ
ઓટમીલ, બ્રાઉન રાઇસ, ક્વિનોઆ અને આખા અનાજની વસ્તુઓમાં ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. યુવાનોમાં હૃદયરોગની સમસ્યાનું કારણ કારર્કિદીને લઈને દબાણ, પરિવારમાં મતભેદ અને લવઅફેર, તેમજ બ્રેકઅપ જેવા કારણો હોઈ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )