હૃદયના સ્વાસ્થ્ય સાથે સંબંધિત ગંભીર બીમારીઓ સંકેત આપતી હોય છે. પુરતો આરામ કર્યા બાદ પણ થાકનો અનુભવ થાય છે. તો હૃદયને લોહી અને ઓક્સિજનનો પુરવઠો પુરતો નથઈ મળી રહ્યો. પૂરતી ઊંઘ લેવા છતાં, શરીર ભારે લાગે છે અને કામ કરવાનું મન થતું નથી. સતત નબળાઈ રહે છે. તો તેને અવણશો નહી.
શરીર આપે છે સંકેત
ડૉ. રજનીશ કુમાર પટેલ જણાવે છે કે, જ્યારે હૃદયને લોહી અને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપિત થાય છે. ત્યારે શરીરની ઉર્જા ઝડપથી ઘટે છે. તેની અસર સીધી થાકના સ્વરૂપમાં જોવા મળે છે. થાકની સતત લાગણી હૃદયના સ્નાયુઓ પર દબાણનું પરિણામ હોઈ શકે છે. આરામ કે ઊંઘ પછી પણ શરીર તાજગી અનુભવતું નથી તો તેને હળવાશથી ન લો. થોડું કામ કર્યા પછી કે ચાલ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ પણ હૃદયની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. છાતીમાં ભારેપણું અથવા દુખાવો રહેવું પણ જોખમકારક છે. આ હૃદયરોગના હુમલાનું સૌથી સામાન્ય અને ગંભીર લક્ષણ છે. વારંવાર ચક્કર અને નબળાઈ અનુભવવી એ પણ હૃદયની સમસ્યાઓ સૂચવી શકે છે. રક્ત પરિભ્રમણને અસર થવાને કારણે પગમાં સોજો હૃદય રોગની નિશાની હોઈ શકે છે
થાકને અવગણશો નહીં
જો તમને થાકની સાથે શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય, નાના રોજિંદા કાર્યોમાં પણ નબળાઈ અનુભવવી, પગમાં સતત સોજો રહે છે, વારંવાર ચક્કર આવવા અને પરસેવાની સમસ્યા રહે છે. આવા કિસ્સાઓમાં, વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જરૂરી પરીક્ષણો કરાવવા જોઈએ
હૃદયને સ્વસ્થ રાખવાના પગલાં
સંતુલિત અને પૌષ્ટિક આહાર લો, રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું અથવા કસરત કરવી, ધુમ્રપાન અને દારૂથી દૂર રહો, તણાવ ઘટાડવા માટે ધ્યાન અથવા યોગનો અભ્યાસ કરો, સમય સમય પર આરોગ્ય તપાસ કરાવતા રહો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.