હાર્ટ એટેક એક ગંભીર સ્થિતિ હોય છે. જેમાં વ્યક્તિને તરત સારવારની જરૂર હોય છે. છેલ્લાં કેટલાય સમયથી હાર્ટ સંબધિત બિમારીઓ યુવાનોમાં વધારે જોવા મળી રહી છે. એનું તાજુ ઉદાહરણ છે શેફાલી ઝરીવાલાનું અચાનક મોત. આ પહેલાં પણ ઘણાં સેલિબ્રિટીઝ હાર્ટએટેકને કારણે મોતને ભેટી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો હાર્ટ એટેક ભલે અચાનક આવે છે પણ તેનાં 1 અઠવાડિયા પહેલાં એવાં 7 લક્ષણો દેખાવા લાગે છે.
આ છે 7 વોર્નિગ સાઇન
1. ચેસ્ટ પેઇનઃ
ડોક્ટરના મતે સૌથી આસાન સંકેત આ જ છે. જેમાં છાતીમાં હળવું દુખવું, બોડી પેઇન થવું, દબાવ મહેસૂસ થવો, છાતીમાં બળતરાં થવી. આ વોર્નિગ સાઇન હાર્ટ એટેકના 4 થી 5 દિવસ પહેલાં જોવા મળે છે.
2. થાક અને કમજોરીઃ
બીજું સંકેત છે અસામાન્ય થાક,જેમાં આમાં, વ્યક્તિ રોજિંદા કાર્યો કરતી વખતે પણ સામાન્ય કરતાં વધુ થાક અનુભવે છે. આ એક સામાન્ય લક્ષણ છે જે સ્ત્રીઓમાં જોવા મળે છે.
3. શ્વાસ લેવામાં તકલીફઃ
ડોક્ટરના મતે જો તમે કોઇ પણ અસાન્ય કામ કરતા કરતા પણ જો શ્વાસ લેવેમાં તકલીફ અથવા સીડીઓ ચઢવા ઉતરવામાં તકલીફ થઇ રહી છે તો એને હલ્કામાં ન લો.
4.ચક્કર આવવુંઃ
અઠવાડિયા પહેલાં જ વ્યક્તિને અચાનક માથું હળવું લાગવું અથવા બેહોશ થવા જેવો અનુભવ કરવો. એવા સંકેત દેખાવા લાગે છે. આ હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન ઓછાં થવાની જાણકારી આપે છે.
5. ઠંડો પરસેવોઃ
કોઇપણ શારીરિક મહેનત વગર પરસેવો આવવો, ખાસ કરીને ઠંડો અને ચીકણો પરસેવો એ બિલકુલ સારું લક્ષણ નથી. જો કોઇ વ્યક્તિ કોઇ રોગથી પીડાઇ રહ્યો હોય, તો આવું થઇ શકે છે. પરંતુ અન્યથા નહીં.
6.પેટની સમસ્યાઓઃ
ઉબકા, અપચો, પેટમાં દુખાવો અથવા ઉલટી થવી અને સતત આવું થયા કરવું એ પાચનતંત્ર નહીં પણ હૃદયની બિમારીની નિશાની છે.
7. દુખાવોઃ
જો કોઇ પણ વ્યક્તિ હાથ, ગરદન, પીઠ કે જડબામાં દુખાવો અનુવી રહી હોય. ખાસ કરીને ડાબા હાથમાં તીવ્ર દુખાવો જે ગરદન કે પીઠ સુધી અનુભવાય છે.તો તે હાર્ટ એટેકની નિશાની છે. આ દુખાવો સતત અથવા સમયાંતરે હોઇ શકતે છે.
આવા લક્ષણો દેખાય તો શું કરવું જોઇએ?
જો તમે કોઇ પણ લક્ષણ વારંવાર અનુભવો છો તો, તેમણે પહેલાં મેડિકલ હેલ્પ લેવી જોઇએ. તમે તે સમયે સક્ષમ છો તો જાતે નજીકની હોસ્પિટલ જાવ નહીં તો કોઇ પરિવારના સભ્યોની મદદ લો. ભારે ભોજન, કોફીન અને સેલ્ફ ટ્રિટમેન્ટ કરવાથી બચો.