- રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો
- સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું
- કચ્છમાં ગરમીનું યેલો અલર્ટ જાહેર કરાયુ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં કેટલાક શહેરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રી પાર ગયુ છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. ગરમી વધતા IMD દ્વારા અલર્ટ અપાયું છે. તથા સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છમાં ગરમીનું યેલો અલર્ટ
કચ્છમાં ગરમીનું યેલો અલર્ટ છે. તેમજ અમદાવાદ 42.2 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી , વડોદરા 43.6 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 43.4 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી તેમજ કેશોદ 42.7 ડિગ્રી, કંડલા 42.2 ડિગ્રી તથા સુરત 42.1 ડિગ્રી, ભાવનગર 41.7 ડિગ્રી તાપમાન છે. તેમજ ભુજ 41.6 ડિગ્રી તથા ડીસા 40.7 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી શેકાયા છે.
વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો
રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ
આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.


