- આજે અમદાવાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ
- સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સૌથી વધુ તાપમાન નોંધાયુ
- જૂનાગઢ 42.5 ડિગ્રી તથા કચ્છ 44.1 ડિગ્રી તાપમાન રહ્યું
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાયત છે. જેમાં ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે નહિ. ત્યારે આજે અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ આજે પોરબંદર અને કચ્છ, સુરેન્દ્રનગર, આણંદ, અમરેલીમાં યલો એલર્ટ રહેશે. તથા સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સૌથી વધુ તાપમાન નોંધાયુ છે.
જૂનાગઢ 42.5 ડિગ્રી તથા કચ્છ 44.1 ડિગ્રી તાપમાન રહ્યું
સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, બનાસકાંઠામાં 45 ડિગ્રી તથા ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 44.5 ડિગ્રી સાથે આણંદમાં 43.5, વડોદરા 43.2, જામનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર તથા કચ્છમાં ગરમી વધુ પડશે. ગઇકાલે પડેલી ગરમી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સૌથી વધુ તાપમાન નોંધાયું હતુ. તેમાં સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી, બનાસકાંઠા 45 ડિગ્રી, ગાંધીનગર 44.5 ડિગ્રી, અમદાવાદ 44.5 ડિગ્રી, આણંદ 43.5 ડિગ્રી, વડોદરા 43.2 ડિગ્રી, ભાવનગર 41.4 ડિગ્રી તેમજ રાજકોટ 41.8 ડિગ્રી તથા અમરેલી 43.4 ડિગ્રી, જામનગર 44.5 ડિગ્રી, જૂનાગઢ 42.5 ડિગ્રી તથા કચ્છ 44.1 ડિગ્રી તાપમાન રહ્યું હતુ.
ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી
ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ છે. તેમજ રાજસ્થાન અને પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડાપીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે.
આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી
બીજી તરફ બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 20 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી છે.


