- 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
- ઉનાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું
- નારિયેળ પાણી પીઓ. તેના વિટામિન્સ હીટસ્ટ્રોકથી બચાવે છે
રાજ્યમાં અને દેશમાં પણ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. આ સમયે લોકો જાણે કે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે તો સાથે જ ગરમીના કારણે રાજ્યમાં અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ સમયે સવાલ એ થાય કે આ આગ ઝરતી ગરમીથી બચવા માટે શું કરવું અને શું નહીં. જો કેટલીક નાની નાની બાબતોમાં સાવચેતી રાખી લેવામાં આવે તો તમે ગરમીના કારણે થતી બીમારીઓથી બચી શકો છો. તો જાણો હીટવેવની અસરથી બચવા માટે શું કરશો. જેથી તમે અને તમારા પરિવારની હેલ્થ સચવાઈ રહે.
હીટવેવની અસરથી બચવા શું કરવું?
- આ સીઝનમાં ઘરને ઠંડુ રાખો અને વેન્ટિલેશનનું ધ્યાન રાખો.
- ઉનાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
- બહાર જતા હોવ તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
- કપડાની મદદથી ચહેરો, માથું અને ગરદન ઢાંકી દો.
- બહાર જતા શરીરને સારી રીતે ઢાંકીને રાખો. ફુલ સ્લીવના કપડાં પહેરો.
- જો તમે ફિલ્ડ વર્ક કરો છો તો તમારે ઈલેક્ટ્રોલાઈટ્સનું સેવન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
- તમારી સાથે ORS સોલ્યુશન અચૂક રાખો.
- કાકડીનું સેવન કરો, આ ખાવાથી હીટ સ્ટ્રોકથી રક્ષણ મળે છે.
- નારિયેળ પાણી પીઓ. તેના વિટામિન્સ હીટસ્ટ્રોકથી બચાવે છે.
ગરમીથી બચવા શું ન કરવું?
- ખૂબ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો.
- ઉનાળાની ઋતુમાં કોફી, ચા, આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.
- તેના કારણે શરીરમાં ડિહાઈડ્રેશનના લક્ષણો દેખાવા લાગશે અને હીટસ્ટ્રોકની અસર વધશે.
- સૂર્યપ્રકાશ અથવા ગરમીમાં વધુ પડતી ઠંડી હોય તેવી વસ્તુઓનું સેવન ન કરો.
- આઈસ્ક્રીમ ખાવું કે ઠંડા પીણા પીવું. આ આદતને કારણે તમને હીટ સ્ટ્રોક થઈ શકે છે.
- ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળવું.
- ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. આ કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
- એસીમાં બેઠા પછી તરત બહાર ન જવું. બહારથી આવ્યા પછી એસી ચલાવવાનું ટાળવું.
આગામી 4 દિવસ જાણો ક્યાં રહેશે ગરમી
હવામાન વિભાગે આવનારા 4 દિવસને લઈને ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ વોર્મ નાઈટની પણ અસર જોવા મળી શકે છે.
આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે
સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ અલર્ટ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહે તેવી સ્થિતિ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 46 ડિગ્રી પાર નોંધાઈ શકે છે. ચાર દિવસ બાદ તાપમાન ધીરે ધીરે ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.
કયા શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ
આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર વધુ રહેશે.