- 25-31મે સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે
- પંજાબ અને દક્ષિણ સિંધ પ્રાંતમાં ગરમીની લહેરની સંભાવના
- બિનજરૂરી સંજોગોમાં ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ
ભારતના ઘણા ભાગોની જેમ પાકિસ્તાન પણ અત્યંત ગરમ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હવામાનની સ્થિતિ પણ અલગ નથી. અહીં પણ આકરી ગરમી પડી રહી છે. જેના કારણે 25 થી 31 મે સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે.
પરીક્ષાઓને લઈને શું રહેશે વ્યવસ્થા
પંજાબ સરકારના શાળા શિક્ષણ વિભાગે સોમવારે એક સૂચનામાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતીને સુનિશ્ચિત કરવા માટે જરૂરી સાવચેતીઓ સાથે શાળાઓને સમયપત્રક મુજબ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવામાં આવશે.
શું કહે છે હવામાન વિભાગ?
એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં ઉપલા વાતાવરણમાં ઉચ્ચ દબાણની હાજરીને કારણે દેશના મોટાભાગના ભાગોમાં ખાસ કરીને 21 મેથી પંજાબ અને દક્ષિણ સિંધ પ્રાંતમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું હતું કે 23-27 મેના રોજ તીવ્ર ગરમી પડી શકે છે. વિભાગે લોકોને તાપમાં તડકામાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને વધુ પાણી પીવાની અપીલ કરી હતી.


