- તરબૂચ-કાકડીનું સેવન વધારો
- મોઢું વારંવાર સુકાઈ જવું પણ મુખ્ય લક્ષણ
- પાણી અને શરબતનું સેવન વધારવું
ડીહાઈડ્રેશનની સમસ્યા માત્ર ઉનાળામાં જ નથી થતી પરંતુ જો વ્યક્તિ નિયમિત અને પ્રમાણસર પાણી ન પીવે તો અન્ય ઋતુઓમાં પણ આ બીમારી થઈ શકે છે. જો તમને તરસ ન લાગે તો પણ તમારે પાણી પીતા રહેવું જોઈએ. ઘણીવાર લોકો કહે છે કે મને પાણીની તરસ નથી લાગતી, જેના કારણે તેઓ આખા દિવસમાં માત્ર 1 કે 2 ગ્લાસ પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી ન પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર દર વર્ષે લગભગ 10 લાખ લોકો ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ પામે છે. આ સમસ્યા બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને થાય છે. તો જાણો ડિહાઈડ્રેશનના લક્ષણો.
ડિહાઈડ્રેશનમાં જોવા મળે છે આ ખાસ લક્ષણો
- ડાર્ક સર્કલ્સ વધવા
- આંખો અંદર ધસી જવી
- શુષ્ક ત્વચા
- ઓછો પેશાબ આવવો
- પેશાબની જગ્યાએ બળતરા
- શ્વાસની દુર્ગંધ
- વારંવાર મોઢું સુકાઈ જવું
ડિહાઇડ્રેશન ઓળખવાની રીત
જ્યારે તમારા શરીરમાં પાણીની ઉણપ હોય તો દર્દીના પેટમાં ચપટી ભરીને તેને છોડી દો. તે ધીમે ધીમે સામાન્ય થઈ જશે. જ્યારે સ્વસ્થ વ્યક્તિની ત્વચાને પિંચ કરવાથી તે તરત જ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. જો ડિહાઈડ્રેશનની સ્થિતિ મુશ્કેલ બને છે તો વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડી શકે છે.
જાણી લો ડિહાઈડ્રેશનથી બચવા શું ખાવું
1. પુષ્કળ પાણી પીઓ
શરીરમાં પાણીની ઉણપને કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પાણીની અછતને કારણે તમને ચક્કર આવે છે અને ક્યારેક બેભાન પણ થઈ જવાય છે. આ કારણે ગરમીમાં તમારે પુષ્કળ પાણીનો ઉપયોગ કરવો જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય.
2. નારિયેળ પાણી
નારિયેળ પાણી શરીરમાં પાણીની ઉણપને ઝડપથી પૂરી કરે છે. જો તમે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા હોવ તો નારિયેળ પાણી ચોક્કસ પીવો. તે દવા કરતા પણ વધુ સારી રીતે અસર કરી શકે છે.
3. તરબૂચ
તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. એટલા માટે લોકો ઉનાળામાં તરબૂચનું વધુ સેવન કરે છે. તેની તાસીર ઠંડી રહે છે અને ગરમીમાં તેનું સેવન હેલ્થને અનેક પ્રકારના ફાયદા આપે છે.
4. કાકડી
કાકડીમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેનું સલાડ બનાવીને કે પછી સૂપ કે રાયતાના રૂપમાં તમે તેને ડાયટમાં સામેલ કરો. તે તમારી હેલ્થને માટે અનેક રીતે ફાયદારૂપ રહેશે.
5. છાશ
પાણીની ખામી હોય તો જમ્યા પછી નિયમિતપણે છાશનું સેવન કરો. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે અને થાક નથી લાગતો. આ સિવાય છાશ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. તો તમે અચૂક રોજ એક ગ્લાસ છાશ પીવાનું રાખો.
Disclaimer : આ આર્ટિકલ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં