- રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત
- રાજકોટમાં સૌથી વધુ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું
- રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર પહોચ્યો
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઇ છે. જેમાં રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર પહોચ્યો છે. તેમજ અમદાવાદમાં તાપમાન 36.6 ડિગ્રી પાર નોંધાયું છે. 4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોચ્યું
4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોચ્યું છે. જેમાં 6 શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જશે. રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટમાં 39.1 સે. નોંધાયું છે તો ભૂજમાં પણ 38.7 સે.સાથે 15થી વધુ સ્થળોએ તાપમાન 36 સે.ને પાર થયું હતું અને ઓખા, દ્વારકા, દિવ, વેરાવળ, દમણ,સુરત જેવા દરિયાકાંઠા નજીકના સ્થળોને બાદ કરતા તમામ સ્થળે ઉનાળાની ગરમી અનુભવાઈ હતી. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળ વિસ્તારમાં ગરમીની સાથે ભેજને કારણે અકળાવી મુકી તેવું હવામાન રહેવા મૌસમ વિભાગે આગાહી કરી છે. એકંદરે સમગ્ર રાજ્યમાં ધુળેટી સુધી સુકુ અને ગરમ હવામાન રહેશે.
રાજકોટ 39.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી તાપમાન
રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો પોરબંદર 38.0 ડિગ્રી, ભુજ 38.7 ડિગ્રી, નલિયા 37.2 ડિગ્રી, કંડલા 37.3 ડિગ્રી, અમદાવાદ 36.6 ડિગ્રી, ગાંધીનગર 36.1 ડિગ્રી, ડીસા 35.6 ડિગ્રી, વડોદરા 36.0 ડિગ્રી, અમરેલી 37.0 ડિગ્રી, ભાવનગર 35.6 ડિગ્રી, રાજકોટ 39.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી, કેશોદ 37.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.


