PM ના આગમન પૂર્વે તડામાર તૈયારી: એસપીજીના કમાન્ડોનું આગમન
Share
SHARE
ગઇકાલે સાજના ૩ કમાન્ડો આવી પહોંચ્યા : બાકીના કમાન્ડો બે દિવસમાં આવી પહોંચશે
પ્રધાનમંત્રી મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે 25 તારીખે PM મોદીના હસ્તે રાજકોટમાં વિવિધ લોકાર્પણ થવાના છે ઉપરાંત રેસકોર્સ ખાતે જનસભાનું પણ આયોજન કરાયું છે ત્યારે બંદોબસ્ત અને સુરક્ષાની પૂર્વ તૈયારી માટે આજે એસપીજીના ત્રણ કમાન્ડો ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા છે અને સભા સ્થળ તથા એઈમસ હોસ્પિટલનુ આજે નિરક્ષણ કર્યું હતું.
રાજકોટની ભાગોળે એઇમ્સ અને ઝનાના હોસ્પિટલ સહિતના પ્રકલ્પોના લોકાર્પણ માટે વડાપ્રધાન આવશે. જેને ધ્યાને લઇ અત્યારથી જ પોલીસ તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે.વડાપ્રધાનના સુરક્ષાની જવાબદારી એસપીજી એટલે કે સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ સંભાળે છે. જેના ૬ અધિકારીઓની ટીમમાંથી ૩ અધિકારીઓ આવી પહોંચ્યા છે અને આજે સવારે એઈમસના હોસ્પિટલ,ઝનાના હોસ્પિટલ તથા રેસકોરષમા જયા જાહેર સભા યોજાવાની છે તેનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે બીજા કમાન્ડો બે દિવસમાં આવી પહોંચશે.