- નેપાળમાં ચોમાસા સંબંધિત હોનારતમાં એક દાયકામાં 1,800થી વધુનાં મોતનો દાવો
- સતત ભૂસ્ખલનને લીધે લોકોમાં ડરનો માહોલ
- નેપાળમાં છેલ્લા 24 કલાકમાં સતત ભારે વરસાદને લીધે ભૂસ્ખલન સર્જાયું
પાડોશી દેશ એવા નેપાળમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદને લીધે ભૂસ્ખલન સર્જાયું છે. આવી જુદીજુદી ભૂસ્ખલનની ઘટનાઓમાં બે પરિવારનાં સાત લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગેની સોમવારે જાણકારી આપી છે. રવિવારે રાત્રે બંગલ નગરપાલિકામાં ભૂસ્ખલનને લીધે એક ઘર પાણીમાં તણાઈ ગયું જેથી એક જ પરિવારના ચાર લોકો જીવતા દટાઈ ગયા હતા. જો કે પરિવારના બીજા છ લોકો બચી ગયા હતા.
અહીં પણ ભૂસ્ખલન થયું હતું
જાજરકોટ જિલ્લામાં, સોમવારે સવારે નલગઢ નગરપાલિકા-2ના મઝગાંવ ખાતે ભૂસ્ખલનથી અસ્થાયી આશ્રયસ્થાન તૂટી પડ્યું હતું, જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ભૂકંપમાં તેમનું ઘર તૂટી પડ્યું હતું ત્યારથી પરિવાર કામચલાઉ આશ્રયસ્થાનમાં રહેતો હતો.
આંકડાઓ શું કહે છે?
ઉલ્લેખનીય છે કે, ગત મહિને ભારે વરસાદને કારણે નેપાળના ચિતવન જિલ્લાના નારાયણઘાટ-મુગલિંગ રોડ પર સિમલતાલ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે સાત ભારતીયો સહિત 65 મુસાફરોને લઈ જતી બે બસો પાણીમાં તણાઈ ગઈ હતી. ચોમાસા સંબંધિત હોનારતોએ એક દાયકામાં હિમાલયના રાષ્ટ્રમાં 1,800થી વધુ લોકોનાં જીવ લીધા છે. આ સમયગાળા દરમિયાન, લગભગ 400 લોકો ગુમ થયા હતા અને 1,500 થી વધુ લોકો હોનારતોમાં ઘાયલ થયા હતા.
ભૂસ્ખલનનું કારણ શું છે?
ભૂસ્ખલન ત્યારે સર્જાતો હોય છે જ્યારે ગુરુત્વાકર્ષણનું ખેંચાણ કોઈ પર્વતીય કે પહાડના ઢોળાવ બનતા ભૂ-સામગ્રીની શક્તિથી વધુ ખડકો, રેતી, માટી જેવી વિવિધ સામગ્રી થઈ શકે છે. ફરી આ ઢોળાવનો કેટલોક ભાગ નીચે ખસવા લાગે છે.


