- હુનાન પ્રાંતના હેંગયાંગ શહેરની પાસે થયેલા ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા
- જિલિન પ્રાંતના લિંજિયાંગ શહેરના ડેપ્યુટી મેયર સહિત બે અધિકારીઓ ગુમ થયા
- શાળાઓ, ફેક્ટરીઓ અને વ્યવસાય બંધ કરી દેવામાં આવ્યા
ચીનમાં તોફાન ગેમીના કારણે ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર વરસ્યો છે. ઉષ્ણકટિબંધીય તોફાન ગેમીથી સતત ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયુ છે, જેના કારણે ચીનમાં 15 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયા અનુસાર ભારે વરસાદથી અચાનક પુર આવ્યું અને અનેક જગ્યાઓ પર જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.
હુનાન પ્રાંતના હેંગયાંગ શહેરની પાસે થયેલા ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા
આ વર્ષે દેશમાં આવનારા સૌથી શક્તિશાલી તોફાન શુક્રવારે દરિયાકાંઠાના ફુજિયન પ્રાંતના શહેરો સાથે ટકરાયુ, જેનાથી ભારે પવનની સાથે ભારે વરસાદ શરૂ થયો, તે દક્ષિણ-પૂર્વ કિનારાના વસ્તીવાળા આંતરિક વિસ્તારોમાંથી શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે સવારે હુનાન પ્રાંતના હેંગયાંગ શહેરની પાસે થયેલા ભૂસ્ખલનમાં 15 લોકોના મોત થયા, જેમાં 18 લોકો ફસાઈ ગયા, જો કે 6 ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા. હુનાન પ્રાંતના અધિકારીઓએ રવિવારે ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી જાહેર કરી.
જિલિન પ્રાંતના લિંજિયાંગ શહેરના ડેપ્યુટી મેયર સહિત બે અધિકારીઓ ગુમ થયા
શહેરના અધિકારીઓનું કહેવુ છે કે પૂરથી બચવાના પ્રયત્નો દરમિયાન જિલિન પ્રાંતના લિંજિયાંગ શહેરના ડેપ્યુટી મેયર સહિત બે અધિકારીઓ ગુમ થયા છે. પૂર્વોતર ચીનમાં 27,000થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા અને ઘણી ફેક્ટરીઓને બંધ કરી દેવામાં આવી છે. આ વર્ષે દેશમાં આવેલા સૌથી શક્તિશાળી તોફાને તબાહી મચાવી છે.
શાળાઓ, ફેક્ટરીઓ અને વ્યવસાય બંધ કરી દેવામાં આવ્યા
ઉત્તર કોરિયાની સરહદ પાસે આવેલા જિલિન પ્રાંતે રવિવારે સવારે ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરની ચેતવણી જાહેર કરી. લિંજિયાંગના અધિકારીઓએ રવિવારે શાળાઓ, ફેક્ટરીઓ અને વ્યવસાય બંધ કરી દીધા અને ચેતવણી આપી કે પૂરનો કહેર વધી શકે છે. દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંત અને હેનાન દ્વીપમાં રેલવે સેવાઓ પ્રભાવિત થઈ.
ગેમી તોફાને તાઈવાનમાં ઘણા લોકોના જીવ લીધા
તમને જણાવી દઈએ કે ગેમી તોફાને તાઈવાનમાં ઘણા લોકોના જીવ લીધા અને ફિલિપાઈન્સમાં મોસમી વરસાદને વધુ ખરાબ બનાવ્યો. તેનાથી ફુજિયાનમાં લગભગ 6,30,000 લોકોને પ્રભાવિત કર્યા છે, જેમાંથી લગભગ 50 ટકા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.


