- બર્લિંગ્ટન કાઉન્ટીના વોશિંગ્ટન ટાઉનશિપના જંગલમાં દુર્ઘટના
- લિકોપ્ટરમાં સવાર પાયલટ અને ફોટોગ્રાફર બંનેના મોત નીપજ્યું
- સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરી
અમેરિકાના ન્યુ જર્સીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને ફોટોગ્રાફર બંનેના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, બર્લિંગ્ટન કાઉન્ટીના વોશિંગ્ટન ટાઉનશિપના જંગલમાં રાત્રે 8 વાગ્યા પછી આ દુર્ઘટના થઇ હતી. હેલિકોપ્ટર ક્રેશનું કારણ અકબંધ છે.
મળતી માહિતી મુજબ અમેરિકાના ન્યુ જર્સીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને ફોટોગ્રાફર બંનેના મોત થયા હતા. એક ટેલિવિઝન આઉટલેટે આ માહિતી આપી. WPVI-TVના જણાવ્યા હતું કે અમારી ન્યૂઝ ટીમના એક પાઇલટ અને એક ફોટોગ્રાફર હેલિકોપ્ટરમાં સવાર હતા. અસાઇનમેન્ટમાંથી પરત ફરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં બંનેના મોત નીપજ્યા છે. બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.


