- નોર્વેમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
- રડાર પરથી હેલિકોપ્ટર ગુમ થયા બાદ ક્રેશ સાઈટ પર કેટલાક લોકો જોવા મળ્યા હતાં
- તમામ ઈજાગ્રસ્તોની હાલત ચિંતાનો વિષય
નોર્વેમાં બુધવારે સાંજે એક હેલિકોપ્ટરનું દરિયામાં ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા. બાદમાં તમામ લોકોને દરિયામાંથી બહાર કાઢીને હોસ્પિટલમં ખસેડાયા હતા.
રિપોર્ટ અનુસાર આ ઘટના બર્જેનમાં થઈ હતી. બુધવારે સાંજે 7.30 વાગ્યા પછી હેલિકોપ્ટર રડારથી ગુમ થયું હતુંય બાદમાં કેટલાક લોકોને ક્રેશ સાઈટ પાસે દરિયામાં કેટલાક લોકો જોવા મળ્યા હતા. હોકલેન્ડ યુનિવર્સિટી હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં સામેલ તમામ છ લોકોને અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ તેઓની મેડિકલ સ્થિતિને લઈ ચિંતા બનેલી છે.
પોલીસ પ્રવક્તા અનુસાર આ Sikorsky S-92 મોડલનું હેલિકોપ્ટર હતું જે શોધખોળ અને બચાવ ટ્રેનિંગ મિશનનો હિસ્સો હતો. જો કે હેલિકોપ્ટરના અકસ્માત થવાના કારણો પર હજી કંઈપણ કહેવું ઉતાવળિયું હશે. તંત્રએ હેલિકોપ્ટર અકસ્માતને લઈ સઘન તપાસ હાથ ધરી હતી અને તેની પાછળના કારણોની તપાસ હાથ ધરી છે.


