- ઈટાલીમાં શિખર સંમેલનમાં જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી
- વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પાંચ સેકન્ડનો વીડિયો ભારતીયોને શેર કર્યો
- જી-7 સંમેલનમાં વિશ્વ નેતાઓ સાથે પીએમ મોદીની મુલાકાત અને સેલ્ફી ખાસ ચર્ચામાં રહ્યા
ઈટાલીમાં વિશ્વ નેતાઓનું મહાસંમેલન એટલે જી-20 શિખર સંમેલન યોજાયું. જેમાં બાઈડેન, મોદી, જેલેન્સકી, મેલોની, પોપ ફ્રાંસિસ તેમજ અન્ય નેતાઓ હાજર રહી સંમેલનમાં ચર્ચા-વિચારણા કરી. જો કે આ તમામમાં પીએમ મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફીની ઘટના ઉડીને આંખે વળગે તેવી રહી. કારણ કે, જ્યોર્જિયા મેલોનીએ જાતે પીએમની સેલ્ફી લઈ એક વીડિયો પણ ભારતીય લોકોને મોકલ્યો. જો કે પીએમ સાથેનો આ પાંચ સેકન્ડનો વીડિયોમાં મેલોની કહે છે કે હેલો ફ્રોમ ધ મેલોડી ટીમ.
આમાં જોવા જેવી વાત એ છે કે મેલોડી એ ભારતીય ચોકલેટ બ્રાંડ છે. અને આ જી-7 સંમેલનમાં તેનો પણ ઉલ્લેખ કરાયો હતો. ખુદ ઈટાલીના વડાપ્રધાને મેલોડી કહીને ભારતીયોને વીડિયો શેર કરતા ઉલ્લેખ કરી દીધો હતો. જી-7 શિખર સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા તો થઈ પરંતુ મેલોની સાથેનો પીએમ મોદીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો ચે. પીએમ સાથે મેલોનીએ સેલ્ફી લઈને સૌને ચોંકાવી દીધા હતા. જો કે સેલ્ફીમાં બંને નેતા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. મેલોનીએ ઉતારેલો વીડિયો પર હાલ ટ્રેન્ડિગમાં છે.
આ અગાઉ પીએમ મોદીએ ઈટાલીના પીએમ સાથે મુલાકાતને લઈ સોશિયલ મીડિયા પર લખ્યું કે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મારી મુલાકાત સારી રહી. ભારતને જી-7માં ભાગ લેવા અને આ શાનદાર આયોજન માટે આભાર માન્યો હતો. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે ઊર્જા, વેપાર, સંરક્ષણ જેવા મુદ્દે ઈટાલી-ભારતના સંબંધો મજબૂત રહે તે માટે ચર્ચા કરી હતી.


