- ઉત્તરાયણ અગાઉથી ઘાયલ પશુઓ લઈ રહ્યાં છે સારવાર
- જીવદયા સંસ્થા સહિત 20થી વધુ કેન્દ્ર શરૂ કરાયા
- વન વિભાગનો હેલ્પલાઈન નંબર 1926 છે
પતંગ રસીયાઓ ઉત્તરાયણમાં પક્ષીઓને સાચવજો. જેમાં ઉત્તરાયણ અગાઉથી ઘાયલ પશુઓ સારવાર લઈ રહ્યાં છે. તેમાં બોડકદેવમાં 10 પક્ષીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં જીવદયા સંસ્થા સહિત 20થી વધુ કેન્દ્ર શરૂ કરાયા છે. તથા ઘાયલ પક્ષી માટે 8320002000 નંબર પર સંપર્ક કરી શકાશે.
વન વિભાગનો હેલ્પલાઈન નંબર 1926 છે
અમદાવાદમાં 216 વેટરનિટી ડોક્ટર, 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે. વન વિભાગનો હેલ્પલાઈન નંબર 1926 છે. તેમજ પશુપાલન વિભાગનો હેલ્પલાઈન નંબર 1962 છે. અમદાવાદમાં ખાનગી જીવદયા સંસ્થા સહિત 20થી વધુ કેન્દ્ર શરૂ કરાયા છે. ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમાં ઉત્તરાયણમાં ઘાયલ થનાર અબોલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે. 20217થી શરૂ થયેલ અભિયાનમાં 85 હજાર પક્ષીને સારવાર અપાઈ છે.
અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર
સારવાર અપાયેલ પૈકી 75 હજાર પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર છે. નાગરિકો ઘાયલ પશુઓ માટે 8320002000 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે. જેમાં અમદાવાદમાં 216 વેટરનિટી ડોક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે.


