- 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરીને પીવાથી રાહત થશે
- 1 ચમચી તજ પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી માથા પર લગાવો
- 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 લીંબુ નીચોડીને આ પાણી પીવાથી રાહત મળશે
દિવસભરના કામ બાદ સ્ટ્રેસ, થાક અને નબળાઇના કારણે માથાનો દુઃખાવો થવા લાગે છે. એવામાં આપણે પેનકિલર્સ યૂઝ કરી લેતા હોઇએ છીએ. તેને લાંબા સમય સુધી લેવાથી અનેક સાઈડ ઇફેક્ટ્સ પણ થવા લાગે છે. જો આ સમયે દવાને બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેવાથી દવાની સાઇડ ઇફેક્ટ્સને પણ ઓછી કરી શકાય છે. તો જાણો માથાના દુઃખાવાને દૂર કરવાના ઘરેલૂ ઉપાયો.
લસણનો રસ
લસણની 7-8 કળીઓને અડધા ગ્લાસ પાણીમાં ઉકાળીને પીઓ. તેનાથી સ્ટ્રેસ દૂર થશે, સાથે જ માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.
જીરાનું પાણી
1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું મિક્સ કરીને પીઓ. તેનાથી બોડીનું બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને માથાનો દુઃખાવો દૂર થશે.
આદુનું પાણી
1 કપ પાણીમાં 1 નાનો આદુનો ટુકડો ઉકાળો. હૂંફાળું થાય ત્યારે ચાની જેમ પીઓ.
તજ પાવડર
1 ચમચી તજ પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેનો લેપ માથા પર લગાવો. 20 મિનિટ બાદ ધોઇ લો. માથાનો દુઃખાવો જતો રહેશે.
નારિયેળ તેલ
નારિયેળ તેલથી માથાની 10 મિનિટ માલિશ કરો. તેનાથી મસલ્સ રિલેક્સ થશે અને માથાનો દુઃખાવો દૂર થશે.
આઇસ પેક
આઇસ પેકથી માથાનો શેક કરો. તેનાથી માથાના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.
લીંબુ પાણી
1 ગ્લાસ હૂંફાળા પાણીમાં 1 લીંબુ નીચોડી લો. તેનાથી સ્ટ્રેસ દૂર થશે અને માથાનો દુઃખાવો કંટ્રોલમાં રહેશે.
ચંદન
થોડા ચંદન પાવડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનો માથા પર લેપ લગાવો. 30 મિનિટ બાદ ધોઇ લો.
બદામ તેલ
બદામના તેલથી આખા માથાની 15 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી મૂડ ફ્રેશ થશે અને માથાનો દુઃખાવો દૂર થશે.
યૂકેલિપ્ટસ ઓઇલ
આ ઓઇલથી આખા માથા પર મસાજ કરો. સ્કેલ્પના મસલ્સ રિલેક્સ રહેશે અને માથાનો દુઃખાવો દૂર થશે.