- અમેરિકામાં કેનેથ સ્મિથ નામના દોષિતને નાઈટ્રોજન ગૅસ સુંઘાડીને માર્યો
- મોતની સજા દરમિયાન હાજર સૌ સભ્યો પણ ડરેલા હતા
- સજા દરમિયાન દોષિત તરફડિયા મારીને મોતને ભેટયો હતો
અમેરિકાના અલબામા નાઈટ્રોજન ગૅસથી મોતની સજા પામેલા કેનેથ સ્મિથની ચર્ચા હાલ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. કેનેથ સ્મિથની મોતની સજા આપતી વખતે ઘટનાસ્થળે હાજર પાદરીએ ખુલાસો કર્યો કે મોતના સમયે દોષિત કેનેથ ખૂબ રિબાયો હતો. પાદરીનું કહેવું છે કે તે આ પળને કદી નહીં ભૂલે. અમેરિકામાં કેનેથ સ્મિથ પહેલો શખ્સ છે જેને નાઈટ્રોજન ગૅસ સુંઘાડીને મોતની સજા અપાઈ હતી. માનવાધિકાર કાર્યકર અને સંગઠને મોતની આ પદ્ધતિને વિવાદિત જાહેર કરીને આની ખૂબ ટીકા કરી રહ્યા છે.
અમારા બધાના ચહેરા પર ડર હતો
કેનેથ સ્મિથના મોત દરમ્યાન જે લોકો હાજર હતા તેમાં પાદરી જેફ હૂડ પણ સામેલ હતા. કેનેથના મોત પછી તેઓ આઘાતમાં છે. મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે મોતની સજા અપાઈ રહી હતી તો કેનેથના ચહેરા પર આશ્રર્યના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ સ્થિતિમાં એ જણાવવું મુશ્કેલ છે તે તે શું હતું. પરંતુ આ દરમિયાન અમારા બધાના ચહેરા પર ડર હતો. એ એવી પળ હતી જે હંમેશા મારી સાથે રહેશે.
પાદરીએ જણાવ્યું કે અધિકારીઓનું કહેવાનું હતું કે નાઈટ્રોજન ગૅસથી થોડીક મિનિટમાં મોત થઈ જશે અને આમાં તેને દર્દ પણ નહીં થાય. તેઓએ દાવો કર્યો હતો કે આ કોઈનો જીવ લેવાનો સૌથી માનવીય રીત છે. પરંતુ મેં જે જોયું તે ખૂબ ડરામણું હતું. કેનેથ સ્મિથ એવી રીતે તરફડિયા મારી રહ્યો હતો જાણે પાણી વગર માછલી.
દોષિત કેનેથ સ્મિથ તરફડિયા માર્યા હતા
વર્ષ-1988માં એક મહિલાની હત્યાના આરોપમાં કેનેથ સ્મિથને મોતની સજા ફટકારવામાં આવી હતી. અમેરિકામાં પ્રથમવાર કોઈ કેદીને નાઈટ્રોજન ગૅસથી મોતની સજા અપાઈ છે. સજા દરમિયાન કેનેથને ફેસ માસ્કથી નાઈટ્રોજન ગૅસ સુંઘડાવવામાં આવી હતી. આની થોડીક મિનિટોમાં કેનેથ તરફડીને મોતને ભેટયો હતો. પહેલા શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી અને બાદમાં તેનું શરીર શાંત થઈ ગયું હતું. નાઈટ્રોજન ગૅસથી મોતની સજા આપવાના વિરોધમાં અવાજ ઉઠવાનો શરૂ થયો છે. વ્હાઈટ હાઈસે પણ આ પદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તો યુનોના માનવાધિકાર સંગઠને પણ આની આખરી ટીકા કરી છે. યુરોપિયન યુનિયને પણ આવી રીતે મોત થવાની રીતને અમાનવીય જાહેર કર્યું હતું.


