- અમેરિકા હાલ કોઈ મોટા યુદ્ધમાં ઉતરવા નથી માગતું
- પહેલાના યુદ્ધોમાંથી અમેરિકાને ઘણું શીખવા મળ્યું છે
- ઈરાન પર અમેરિકા હુમલો કરે તો યુદ્ધ કદાચ લાંબુ ચાલે તેમ છે
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે અમેરિકી સૈન્ય દળોએ 85થી વધુ ટાર્ગેટ પર હુમલા કર્યા છે. આમાં અમેરિકાના લાંબા અંતરના ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો. ઈરાક અને સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર અમેરિકાએ બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઈરાન સાથે સંકળાયેલા 85થી વધુ ઠેકાણાને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. અમેરિકાએ આ માટે 125 મિસાઈલ છોડી હતી. અમેરિકાનું કહેવું છે કે હજી આગળ આવા હુમલા થતા રહેશે. હવે સવાલ એ છે કે પોતાના સૈનિકોના મોતનો બદલો લેવા માટે અમેરિકા સીધું ઈરાન પર હુમલો શા માટે નથી કરતું. પરમાણુ યુદ્ધનો ડર પણ નથી. કારણ કે ઈરાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ નથી. આ હુમલો ત્યારે કરાયો જ્યારે જોર્ડનમાં અમેરિકાના આઉટપોસ્ટ પર હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા હતા અને 40 લોકોથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
પોતાના સૈનિકોની હત્યાનો સીધો આરોપ અમેરિકાએ ઈરાન પર મુક્યો હતો. જો કે અમેરિકાએ ઈરાન પર સીધી કાર્યવાહી નહોતી કરી. આનું કારણ તો એવું પણ છે કે ઈરાને હુમલો કોઈ મોટા યુદ્ધની શરૂઆત થઈ શકે છે. અમેરિકાની સરખામણીમાં ઈરાનની શક્તિ કંઈ નથી છતાં આ યુદ્ધ જો એકવાર શરૂ થયું તો અફઘાનિસ્તાનની જેમ લાંબું ચાલી શકે છે. અમેરિકા હાલ કોઈ મોટા યુદ્ધમાં ઉતરવા નથી માગતું. પાછલા યુદ્ધોમાંથી પણ તેને ઘણું શીખવા મળ્યું છે.
મોટા યુદ્ધથી બચી રહ્યા છે બંને દેશ
અમેરિકાનું કહેવું છે કે તે ઈરાન સાથે સીધું યુદ્ધ નથી ઈચ્છતું. બીજા દેશોમાં ઈરાક અને જોર્ડનમાં કામ કરી રહેલા ઈરાનના પ્રોક્સીજ પર હુમલા કરશે. જો કે અમેરિકાએ બદલો લેવાની વાત કહીં હતી. અમેરિકા અને ઈરાન બંને સીધા યુદ્ધથી બચી રહ્યા છે. જો આવું થયું તો મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં ભયંકર રીતે હોમાઈ જશે.
વોશિંગ્ટન અને તહેરાન બંને કોઈ મોટા યુદ્ધથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કારણથી અમેરિકા ઈરાની ક્ષેત્રમાં ઘુસી જઈ હુમલો નથી કરી રહ્યા. ઉલ્લેખનીય છે કે ઈરાને અમેરિકાના હુમલાને વખોડયો હતો. અને પોતાના દેશની અંખડતાનું ઉલ્લંઘન કહ્યું હતું. ઈરાકે કહ્યું કે આ એ ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે યોગ્ય નથી.


