- કોરોના, પ્રિ-મેચ્યોર ડિલિવરીના કારણે ત્રણ વર્ષ થયા તો એક્ઝામની ના પાડી
- પ્રિમેચ્યોર ડિલીવરીના સ્ટેજના કારણોસર ફાઇનલ એક્ઝામમાં વિદ્યાર્થીની શકી ન હતી
- ત્રણ વર્ષના ગેપ બાદ પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થીની
કોરોનાકાળ અને પ્રિમેચ્યોર ડિલીવરીના સ્ટેજના કારણોસર 2020માં બીડીએસની ફાઇનલ એક્ઝામમાં બેસી નહીં શકનાર વિદ્યાર્થીનીને ત્રણ વર્ષ બાદ પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર કરનાર ડેન્ટલ કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા સત્તાવાળાઓના મનસ્વી નિર્ણય મુદ્દે હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. ત્રણ વર્ષના ગેપ બાદ પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર પર છેલ્લી ઘડીયે ખબર પડી કે, તેને બેઠક નંબર જ ફળવાયો નથી. કેસની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટે રાજય સરકાર, વિસનગરની નરસિંહ પટેલ ડેન્ટલ કોલેજના ડીન-પ્રિન્સીપાલ, ડેન્ટલ કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા સામે કારણદર્શક નોટિસો જારી કરી છે અને જવાબ માટે નિર્દેશ કર્યો છે.
અરજદારે બીડીએસ(બેચલર ઓફ્ ડેન્ટલ સર્જરી)ના અભ્યાસ માટે વર્ષ 2015-16ના સૈક્ષણિક વર્ષ માટે તા.10-7-2015ના રોજ ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 2016, 2017 અને 2018માં એમ અનુક્રમે ત્રણેય વર્ષ તેણે પહેલા જ પ્રયત્ને પાસ કરી લીધા હતા.


