- રાજસ્થાનને મળ્યા નવા મુખ્યમંત્રી
- ભજનલાલ શર્મા રાજસ્થાનના CM જાહેર
- કિરોડી લાલ મીણાએ આપ્યુ મહત્વનું નિવેદન
રાજસ્થાનના સીએમ તરીકે ભજનલાલ શર્માના નામ પર મહોર લગાવવામાં આવી છે. ત્યારે બીજેપીના એક નેતા કે જેમણે અગાઉથી જ કહ્યુ હતુ સીએમના ચહેરો કંઇક અજાણ્યો જ હશે. અને થયુ પણ તેવુ જ. આમ કહેનારા કિરોડીલાલ મીણાએ વધુ એક મહત્વનું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું કે ભજનલાલ શર્માનું નામનો વસુંધરા રાજેએ જ પ્રસ્તાવ મુક્યો હતો. અને તે નામ મે આગળ ફોરવર્ડ કર્યુ હતું.
ફોટો સેશન દરમિયાન રાજનાથ સિંહની બાજુમાં જ બેઠા હતા
ભજનલાલ શર્મા સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ મૂળ ભરતપુરના રહેવાસી છે. હાલમાં તેઓ પ્રદેશ મહામંત્રી પદ પણ સંભાળી રહ્યા હતા. રાજસ્થાનને આજે નવા મુખ્યમંત્રીનું નામ મળ્યુ છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી, આ બેઠકમાં નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. બેઠક પહેલાં રાજનાથ સાથે તમામ ધારાસભ્યોનું ગ્રૂપ ફોટો સેશન થયું. ફોટો સેશન દરમિયાન વસુંધરા રાજે રક્ષામંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુમાં બેઠાં હતાં.
ઘણા વર્ષોથી પક્ષમાં સક્રિય
ભજનલાલ શર્મા તેમના માતા-પિતાના એકમાત્ર પુત્ર છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. ભજનલાલ શર્માનું માતુશ્રીનું ઘર બયાના તહસીલના કનાવર ગામમાં છે. તેઓ પાંચ વર્ષ સુધી પક્ષના આંદોલનો અને કાર્યક્રમોમાં સતત સક્રિય રહ્યા હતા.


