પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીધામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે
જેમાં ટ્રેન નંબર 09435 ગાંધીધામ-ઓખા વિશેષ ટ્રેન ગાંધીધામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેનનુ બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે તંત્ર દ્વારા આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ માર્ચ મહિનામાં 16મી માર્ચ, 18મી માર્ચ, 23મી માર્ચ, 25મી માર્ચ અને 30મી માર્ચે દોડશે અને ત્યારબાદ 6 એપ્રિલ, 2024થી 29 જૂન, 2024 સુધી ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે દોડશે. . એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ માર્ચ મહિનામાં 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે દોડશે અને ત્યારબાદ 7 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2024સુધી દર રવિવારે ઓખા સ્ટેશનથી દોડશે.
ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.જેમા ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાચિ કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર શુક્રવારે) 15.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે, ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર રવિવારે) 17.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે, ટ્રેન નં. 12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર બુધવાર અને ગુરુવારે) 20.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.


