- મનમોહન સિંહ સરકાર વખતે ઘૂસણખોરો આવતા અને બોમ્બ બ્લાસ્ટ કરતાં
- નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી
- પીએમ મોદીએ 9 વર્ષમાં 60 કરોડ ગરીબોના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના શિવપુરીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કરતાં કહ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી જે 10 વર્ષ સુધી ચાલી. દરરોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસણખોરી કરીને આવતા અને ભારતમાં ઘૂસી જઈને બોમ્બ બ્લાસ્ટ કરતાં હતા પરંતુ મનમોહન સિંહની સરકાર કઈ જ કરી નહોતી શકતી. મૌનીબાબા ચૂપ બેસી રહેતા હતા.
ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં જાનવ્યું હતું કે, તમે 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા, પીએમ મોદી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને આતંકીઓનો ખાતમો કરી નાખ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષમાં 60 કરોડ ગરીબોના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કર્યું. એ જ રીતે, મધ્યપ્રદેશમાં અમારી સરકાર પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 93 લાખ ખેડૂતોને દર મહિને 12 હજાર રૂપિયા આપવાનું કામ કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ 65 લાખ ગરીબોના ઘરે નળથી પાણી પહોંચાડવાનું કામ કર્યું.
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના કરૈરામાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કમલનાથ મધ્યપ્રદેશમાં દોઢ વર્ષ મુખ્યમંત્રી રહ્યા. એવું નથી કે તેણે કોઈ કામ નથી કર્યું. તેમણે અહીં કમિશનખોરીના ઉદ્યોગની સ્થાપના કરી. ટ્રાન્સફર ઉદ્યોગ સ્થાપવાનું કામ કર્યું. પુત્રો અને જમાઈઓના કલ્યાણ માટે ઉદ્યોગ સ્થાપ્યો. ભ્રષ્ટાચારનો ઉદ્યોગ સ્થાપવાનું કામ કર્યું. શિવરાજ સિંહ ચૌહાણની 51 થી વધુ ગરીબ કલ્યાણ યોજનાઓ બંધ કરવામાં આવી. મને ખબર છે કે કમલનાથ ફરી આવવાના નથી. ભગવાન ના કરે, જો કમલનાથ આવશે તો ખેડૂતોને 12,000 રૂપિયા મળવાનું પણ બંધ થઈ જશે. લાડલી બહના યોજના પણ બંધ રહેશે. શાહની સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જાહેર સભાઓને સંબોધન કર્યું હતું.