- જમ્મુ કાશ્મીર સ્થિત આતંકી સંગઠન પર પ્રતિબંધ લંબાવાયો
- ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી
- રાષ્ટ્રીય સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે જોખમ સંગઠન
ગૃહ મંત્રાલયે આગામી પાંચ વર્ષ માટે જમ્મુ-કાશ્મીર સ્થિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ લંબાવી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને માહિતી આપી છે. અમિત શાહે ટ્વિટ કરીને માહિતી શેર કરતાં પ્રતિબંધની વાતની પુષ્ટિ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર ઉપર ટ્વિટ કરતાં લખ્યું છે કે, ‘આતંકવાદ અને અલગતાવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સરકારે જમાત-એ-ઈસ્લામ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે’.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જમાત-એ-ઈસ્લામ સંગઠનને રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખતું હોવાનું જાણવા મળ્યું છે. 28 ફેબ્રુઆરી 2019 ના રોજ આ સંગઠનને સૌપ્રથમ વાર ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું.


