કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના 2 સંગઠનો ‘જમ્મુ અને કાશ્મીર ઇત્તેહાદુલ મુસ્લિમીન’ અને ‘આવામી એક્શન કમિટી’ ને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (પહેલા ટ્વિટર) પર આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ સંગઠનો લોકોને ઉશ્કેરવા અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે.
UAPA હેઠળ પ્રતિબંધ શા માટે?
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સંગઠનોની પ્રવૃત્તિઓથી સ્પષ્ટ થાય છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમના નિવેદનો અને કામ લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા હતા, જેનાથી કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ઉભો થયો હતો. તે જ સમયે, અમિત શાહે સ્પષ્ટતા કરી કે મોદી સરકાર કોઈપણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને સહન કરશે નહીં. દેશની શાંતિ, વ્યવસ્થા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે.
https://x.com/AmitShah/status/1899466701617680865
AAC અને તેના સભ્યો સામે શું આરોપો છે?
AAC અને તેના સભ્યોની પ્રવૃત્તિઓ દ્વારા દેશની બંધારણીય વ્યવસ્થાનો વિરોધ કરે છે. AAC રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને લોકોમાં અસંતોષ ફેલાવી રહ્યું છે. તે કાયદો અને વ્યવસ્થાને અસ્થિર કરવા અને જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે લોકોને શસ્ત્રો ઉપાડવા માટે પણ ઉશ્કેરી રહ્યું છે. કેન્દ્ર સરકાર માને છે કે AAC એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે હાનિકારક છે.