આ ભીષણ આગના કારણે 128ના મોત થયા છે. તો 76 લોકો ઘાયલ છે. અને 279 લોકો ગુમ થયા છે. બેદરકારીના કેસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.
તાઇ પો વિસ્તારમાં આગનું તાંડવ
હોન્ગ કોન્ગના તાઇ પો વિસ્તારમાં આગનું તાંડવ જોવા મળ્યુ હતુ. આગની આ ઘટના 100 વર્ષમાં એકવાર થઇ હોવાનું જણાવવામાં આવ્યુ છે. હોન્ગ કોન્ગના તાઇ પો વિસ્તારમાં મોટી સંખ્યામાં હાઇરાઇઝ ટાવરો આવેલા છે. જેમાં આગ જંગલની આગની જેમ પ્રસરી હતી. આ આગના તાંડવમાં 128 લોકોના મોત થયા છે. અને 76 લોકો ઘાયલ છે. બે દિવસ બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે અફરા-તફરી મચી હતી.
હોન્ગ કોન્ગમાં આગ કેવી રીતે લાગી ?
હોન્ગ કોન્ગના તાઇ પો વિસ્તારમાં વાંસની સ્કૈફોલ્ડિંગથી આગ શરુ થઇ હતી. વાંસની સ્કૈફોલ્ડિંગ ઇમારત બનાવવાના કામમાં લેવાય છે. જે સરળતાથી સળગી ઉઠે છે. આગ થોડી વારમાં તમામ ટાવરમાં પ્રસરી હતી. અને ભીષણ આગનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. વાંગ ફુક કોર્ટમાં આઠ ટાવરમાં આગ લાગી હતી. જેમાં દરેક ટાવરમાં 31 માળ છે. આ આગ પર કાબૂ મેળવવાતા સમયે એક ફાયર ફાઇટરની મોત થઇ હતી.
મૃત્યુનો આંકડો કેમ વધી રહ્યો છે ?
આગના કારણે 128 લોકોના મોત થયા છે. જેમાં મૃત્યુ આંકડો સતત વધી રહ્યો છે. આ ટાવરોમાં વૃદ્ધ વ્યક્તિઓ વધુ રહેતા હતા. આગ લાગવાના સમયે તેમને બહાર નિકળવા માટે યોગ્ય રસ્તો મળ્યો ન હતો. અને ઉંમર વધુ હોવાથી તેઓ પ્રતિકાર કરી શક્યા ન હતા.
આ પણ વાંચોઃ World News: જે અદિયાલા જેલમાં Imran Khan કેદ છે ત્યાંનો કેવો છે ઇતિહાસ, કેમ ખતરાનું બીજુ નામ છે આ જેલ?, જાણો


