By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 hour ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

Editor
Last updated: 2026/04/02 at 4:11 PM
44 minutes ago
Share
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
SHARE

માન–વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

 

મારા નાનપણની વાત આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરવા માગું છું. હું સ્કૂલમાં ભણતી ત્યારે  શ્રી અટલબિહારી બાજપાઈ આપણા ભારત દેશના વડાપ્રધાન હતા. અમારી સ્કૂલમાં ત્યારે દરેક ક્લાસમાં એક નાનકડો ક્વીઝ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં જનરલ નોલેજ ના નાના નાના પ્રશ્નો પૂછવામાં આવતા અને એ જવાબ આપનાર વિદ્યાર્થીને નાનકડી ભેટ આપવામાં આવતી. એ દિવસે અમારા ક્લાસમાં જનરલ નોલેજના આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત દેશના વડાપ્રધાન કોણ છે? બધા એકી અવાજમાં બોલ્યા આપણા દેશના વડાપ્રધાન છે અટલ બિહારી બાજપેયી. પ્રશ્ન પૂછતા હતા એ સાહેબ કહે, ખોટી વાત. એટલે અમે બધા નવાઈ પામી એકબીજાની સામે જોવા લાગ્યા. પછી સર કહે બધા સાથે નહીં, એક એક કરીને બોલો. ફરી પાછો બધાએ જવાબ વારાફરતી આપ્યો, અને એ જ જવાબ આપ્યો કે વડાપ્રધાન છે, અટલ બિહારી બાજપાઈ. ફરી સર કહે, ખોટો જવાબ. એક વિદ્યાર્થીનીએ કહ્યું, આપણા દેશના વડાપ્રધાન છે ‘શ્રી અટલ બિહારી બાજપાઈ’. અને તેને વિજેતા જાહેર કરી.

એ દિવસે અમે બધા શીખ્યા કે આપણાથી મોટા જે વ્યક્તિઓ છે તેમને માન-વાચક સંબોધનોથી બોલાવવા જોઈએ. તેમના નામ આગળ પણ માન-વાચક સંબોધન લગાવવુ એ સુજ્ઞ ભાષા છે. પણ આ તો જહેર ક્ષેત્રની સન્માનીય વ્યક્તિની વાત થઇ. સામાન્ય સંજોગોમાં શું? આપણે ઘણી વાર જોઈએ છીએ કે સોસાઇટીમાં કે ઓફિસમાં જે સિક્યુરીટી હોય એને ‘તું’કારો કરાય છે, જયારે તેમની ઉંમર હોય છે દાદાની ઉંમર જેટલી. આ તબક્કે મને એમ લાગે છે કે આપણે એ સિક્યુરિટી ભાઈને ‘દાદા’ કે ‘વડીલ’ કે પછી ‘ભાઈ’ કહીને બોલાવીએ તો એ પણ પોતાની જાતનું મહત્વ સમજશે. એમને કોઈ પણ સંબોધનથી બોલાવો, સોંપેલ કાર્ય કરવું એ એમની ફરજમાં આવે છે. પણ આપણે માણસ તરીકે આપણી માણસાઇની ફરજ ચુકી તો નથી જતા ને?! વિચારવાની વાત છે.

શાળામાં ભણતુ આપણું બાળક બધાને માન દઈને બોલાવે, મેનર્સ શીખવતુ શિક્ષણ એને મળે એવી આપણી ઈચ્છા હોય છે. આ વસ્તુ શીખવી પણ જોઈએ. પણ બાળક જે જોવે એ જ વધુ પડતુ અનુકરણ કરે છે. માત્ર કહી દીધેલી વાત પર બાળક એટલુ ધ્યાન નથી આપતુ, જેટલુ એ જોઈને, અનુકરણથી શીખે છે.       દરેક વ્યક્તિને પોતાનુ એક માન સન્માન હોય છે. આત્મ સન્માન હોય છે, જે જાળવવુ એ બીજી વ્યક્તિની ફરજ કહેવાય. બાળક નાનું છે અને ઘરમાં બીજું મોટુ બાળક છે, તો આપણે નાના ભાઈ કે બહેનને શીખવીશુ, કે, ‘આ તારો મોટો ભાઈ/બહેન છે. ‘ભાઈ/દીદી’ અને ‘તમે’ કહીને બોલાવાય.’ બાળકે સાંભળી લીધું, હા પાડી  અને ફરી બોલાવશે કઈ રીતે? ‘દીદી તુ, ભાઈ તુ.’ કેમ આવુ થયુ? કારણકે આપણે તો બંને બાળકોને ‘તું’કારો જ કરીએ છીએ. માટે નાના બાળકે એ અનુકરણ કર્યુ. એટલે જરૂરી લાગે તો થોડો વખત પુરતો ઘરમાં જ એકબીજાને સંબોધનમાં ફેરફાર કરી નાખવો કે મોટુ બાળક ઘરના બધા માટે ‘દીદી કે ભાઈ’. નાનુ બાળક આ અનુકરણ જલ્દી શીખશે.

અમુક લોકોને મેં બોલતા સાંભળ્યા છે, જેઓ બાળકને પણ ‘તમે’ કહીને જ બોલાવશે. અને આમ જોઈએ, તો માન મળે એ કોને ન ગમે! માન આપશો તો માન મેળવશો, એ વાત તો નક્કી જ છે ને. દરેક વ્યક્તિનું પોતાનું એક આત્મસમ્માન હોય છે. આપણે તેમની સાથે વાત કરતી વખતે એ આત્મસમ્માનને ધ્યાનમાં રાખીએ, નહીં કે એમના હોદ્દાને કે તેમની નાણાકીય લાયકાતને. અને આ વસ્તુ જ બાળક આપણી પાસેથી શીખશે, તો, એ બાળકને વિનમ્ર બનાવશે, અને બાળકના મનમાં લોકો માટે દયાભાવ પણ રહેશે. જેથી કરીને બાળકનું સુંદર ઘડતર થશે.

ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર

એમ.ડી.(હોમીયોપેથી)

કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.

 

You Might Also Like

 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ

પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ

ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું

શાપર (વે)માં ગેરકાયદેસર હથિયાર સાથે યુવાન ઝડપાયો

ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
અમરેલી

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

Editor By Editor 3 days ago
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?