દુનિયાના સ્વર્ગ સ્વીટર્ઝલેન્ટમાં ભયાનક હિમસ્ખલન થયું. ગ્લેશિયરનો મોટો ભાગ ખીણમાં પડતો હોવાના હચમચાવી મુકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હિમસ્ખલનના કારણે ગ્લેશિયરનો મોટો ભાગ સ્વિસ ગામ બ્લેટન પર પડતા 90 ટકા ગામ નાશ પામ્યું છે.
અકલ્પનીય ઘટના બની, ગામ થયું ખાલી
જોકે બિર્ચ ગ્લેશિયર તૂટી રહ્યું હોવાની આશંકાથી થોડા દિવસો પહેલા ગામ ખાલી કરાવવામાં આવ્યું હતું, પરંતુ એક વ્યક્તિ ગુમ છે, અને ઘણા ઘરો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. 330 મકાનોની વસ્તી ધરાવતું ગામ આખેઆખું ખાલી થઈ ગયું છે કારણ કે મોટા ભાગના ઘર તૂટી ગયા છે. બ્લેટનના મેયર મેથિયાસ બેલવાલ્ડે કહ્યું કે આ એક “અકલ્પનીય ઘટના બની છે” પરંતુ તેમણે વચન આપ્યું કે ગામનું ભવિષ્ય હજુ પણ છે. , ગામને ફરીથી ઊભું કરવામાં આવશે.
મદદની કરી વિનંતી
સ્થાનિક અધિકારીઓએ સ્વિસ આર્મીના આપત્તિ રાહત એકમ પાસેથી મદદની વિનંતી કરી છે અને સ્વિસ સરકારના સભ્યો ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. સ્વિસ પર્વતમાળા પર ગ્લેશિયરમાંથી ખડકો અને બરફનો મોટો જથ્થો પડ્યો, જેના કારણે ધૂળના ઢગલા આકાશ તરફ ફેલાઈ ગયા અને આલ્પાઇન ગામ લગભગ આખા વિસ્તારમાં કાદવ છવાઈ ગયો, જેને અધિકારીઓએ આ મહિનાની શરૂઆતમાં સાવચેતી રૂપે ખાલી કરાવ્યું હતું.
ગુમ વ્યક્તિની શોધવા કવાયત
સોશિયલ મીડિયા અને સ્વિસ ટીવી પરના વીડિયોમાં દક્ષિણ લોટશેન્ટલ ખીણમાં બ્લેટન નજીક ભૂરા રંગના કાદવના ઢગલા હેઠળ ઘરો અને ઇમારતો આંશિક રીતે ડૂબી ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પ્રાદેશિક પોલીસે જણાવ્યું હતું કે 64 વર્ષીય વ્યક્તિ ગુમ છે, અને થર્મલ કેમેરા સાથે ડ્રોનનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. Dron કેમેરાથી લેવાયેલી તસવીરો થી જોવા મળી રહ્યું છે કે ગામનો લગભગ 90% ભાગ ઢંકાઈ ગયો છે અથવા નાશ પામ્યો છે, તેથી બ્લેટનમાં આ એક મોટી આપત્તિ છે.
Courtesy : વરિષ્ઠ પત્રકાર અને હાલ અમેરિકા સ્થિત સમીર શુક્લ એ સંદેશ ડિજિટલ માટે આ ખાસ વીડિઓ અને લેખ ઉપલબ્ધ કરાવ્યો છે.