NOC-BUP મુદ્દે મનપાએ સીલ કરેલી હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટના સીલ ખોલવા બાબતે વચલો રસ્તો ન કાઢતા વેપારીઓ મુકાયા આર્થિક મુશ્કેલીમાં
રાજકોટના ટી.આર.પી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી બેદરકારીઓ સામે આવ્યા બાદ મહાનગરપાલિકાએ એકાએક ભર ઊંઘમાંથી જાગી આખા રાજકોટ શહેરને બાનમાં લીધું છે. અલગ અલગ ટીમો બનાવી શાળા, કોલેજો, હોસ્પિટલો, હોટલો, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ ચકાસણી કરી આડેધડ સીલ મારી દીધા હતા. પરંતુ બાળકોના અભ્યાસને ધ્યાને લઈ શાળા કોલેજના સીલ ખોલી નાખવામાં આવ્યા છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ હજુ પણ મૃત:પાય હાલતમાં સીલ થઈને પડ્યા છે. તે ખોલવા માટેનો તંત્ર એ કોઈ વચલો રસ્તો ન કાઢતા અંતે એસોસિએશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામે હોટલ રેસ્ટોરન્ટ બંધનું એલાન કરી લડતનું રણશિંગુ ફૂકી દીધું છે
રાજકોટમાં ૨૫મી મેના રોજ થયેલા અગ્નિકાંડ પછી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને ફાયર એન.ઓ.સી. તથા ગેરકાયદે બાંધકામ મુદ્દે સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક જગ્યાએ નોટિસ આપ્યા વિના આડેધડ સીલ મરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્રના આવા વલણથી વેપારીઓની હાલાકી વધી છે. રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો હાલ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેથી મહાનગરપાલિકા તંત્રને શાળા કોલેજો અને હોસ્પિટલો માટે જે વચલો રસ્તો કાઢ્યો છે તેવો રસ્તો કાઢી યોગ્ય કરી આપવા કહ્યું હતું. પરંતુ મનપા દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે.
રાજકોટના રેસ્ટોરાં સંચાલક મેહુલ પાઠકે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ ઉપર ધોંસ બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે. નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ, પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સહિત નાના મોટા 1000 જેટલા એકમો આવેલા છે, જે બધા લોકો સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી તારીખ 10 જુલાઈ 2024ના રોજ સવારના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી બધા જ લોકો ધંધારોજગાર બંધ પાડી વિરોધમાં જોડાશે.
તેમણે કહ્યું હતું કે, અમારી માંગ એક જ છે કે, રાજકોટ મનપા ટીમ દ્વારા અમને યોગ્ય સમય આપવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ઘણા બધા એકમોમાં ફાયર માટેના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા અમે બંધાયેલા છીએ. પરંતુ આ માટે અમને સમય આપવામાં આવે. કારણ કે એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક પણ નુકસાન થઇ શકે તેમ છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી બની છે જે માટે કનડગતતા થઈ રહી છે.NOC-BUP મુદ્દે મનપાએ સીલ કરેલી હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટના સીલ ખોલવા બાબતે વચલો રસ્તો ન કાઢતા વેપારીઓ મુકાયા આર્થિક મુશ્કેલીમાંરાજકોટ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના 1000 થી પણ વધુ કહી શકાય તેટલા એકમો આવેલા છે. આ પૈકીના અમુક એકમો તમામ સુવિધાથી સજ્જ છે છતાં મામુલી કાણોસર તેને સીલ લગાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો મહાનગરપાલિકાની મનમાનીના કારણે રાજકોટ શહેરના નાના મોટા ધંધાના વેપારીઓને કુલ મળી 10 થી 15 લાખનું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તે બાબત મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્ય સરકારે ધ્યાને લઈ યોગ્ય ન્યાય અપાવવો જોઈએ.
ભાડે જગ્યા રાખી વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી
NOC-BUP મુદ્દે મનપાએ સીલ કરેલી હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટના સીલ ખોલવા બાબતે વચલો રસ્તો ન કાઢતા વેપારીઓ મુકાયા આર્થિક મુશ્કેલીમાંરાજકોટ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના 1000 થી પણ વધુ કહી શકાય તેટલા એકમો આવેલા છે. આ પૈકીના અમુક એકમો તમામ સુવિધાથી સજ્જ છે છતાં મામુલી કાણોસર તેને સીલ લગાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો મહાનગરપાલિકાની મનમાનીના કારણે રાજકોટ શહેરના નાના મોટા ધંધાના વેપારીઓને કુલ મળી 10 થી 15 લાખનું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તે બાબત મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્ય સરકારે ધ્યાને લઈ યોગ્ય ન્યાય અપાવવો જોઈએ.
ભાડે જગ્યા રાખી વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી
વેપારીઓને દરરોજ 10 થી 15 લાખનું નુકસાન
રાજકોટ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના 1000 થી પણ વધુ કહી શકાય તેટલા એકમો આવેલા છે. આ પૈકીના અમુક એકમો તમામ સુવિધાથી સજ્જ છે છતાં મામુલી કાણોસર તેને સીલ લગાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો મહાનગરપાલિકાની મનમાનીના કારણે રાજકોટ શહેરના નાના મોટા ધંધાના વેપારીઓને કુલ મળી 10 થી 15 લાખનું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તે બાબત મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્ય સરકારે ધ્યાને લઈ યોગ્ય ન્યાય અપાવવો જોઈએ.
ભાડે જગ્યા રાખી વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી