- 10મી સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ કોરિયા પહોંચ્યા વિદેશ મંત્રી
- દક્ષિણ કોરિયામાં વસતા પ્રવાસી ભારતીયોના વિદેશ મંત્રીએ કર્યા વખાણ
- “આજે તમે રાજકારણમાં છો એનો અર્થ એ નહી કે જૂની મિત્રતા પૂરી થઈ જાય”
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર ઘણીવાર પોતાના સચોટ નિવેદવનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં, વિદેશ મંત્રી એસ. જયશંકર દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. મંગળવારે તેમણે દક્ષિણ કોરિયામાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એક મહિલાએ જયશંકરને એક સવાલ કર્યો જેનો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
‘ભદ્દી ટિપ્પણીઓ સાથે કેવી રીતે કરો છો ડીલ’
કાર્યક્રમ દરમિયાન એક ભારતીય મૂળના મહિલાએ વિદેશ મંત્રી એસ જયશંકરને સવાલ કર્યો કે ‘તમે હવે રાજકારણમાં છો અને ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. તમામ રાજકીય પક્ષો અવારનવાર પોતાના વિરોધીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે, પરંતુ તમે દેશની અંદર કે બહાર કોઈ પણ ઈન્ટરવ્યુમાં તમારા વિરોધીઓ વિરુદ્ધ ક્યારેય ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો નથી. આવી સ્થિતિમાં, તમે તમારી જાતને વિરોધી નિવેદનો કરતાં કેવી રીતે બચાવીને રાખી?
‘રાજનીતિમાં આવી જવાથી જૂની મિત્રતા ખતમ નથી હતી’
આ સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે તમે રાજનીતિમાં છો અને ચાર-પાંચ વર્ષ બાદ પણ તમે કેવી રીતે નમ્રતાથી વાત કરી રહ્યા છો. આ જ તમારો સવાલ છે ને…’ વિદેશ મંત્રીના આટલું જ કહેતા કાર્યક્રમમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. વિદેશ મંત્રીએ આગલ કહ્યું કે ‘તમે જે રીતે અન્ય લોકો સાથે વર્તન કરો છો તેવું જ વર્તન લોકો તમારી સાથે કરે છે. જ્યારે હું કૂટનીતિમાં હતાઓ અને જે લોકો આજે રાજકારણમાં છે તેમાંથી ઘણા મારા મિત્રો રહી ચૂક્યા છે અથવા ઘણીવાર વિદેશ પ્રવાસ દરમિયાન મારા મહેમાન પણ બન્યા છે. હવે તમે રાજકારણમાં આવી ગયા છો એનો અર્થ એ નથી કે તમારા મિત્રતાના સંબંધો તૂટી ગયા છે. લોકો સાથે સારો વ્યવહાર કરવો સારી બાબત છે. રાજનીતિ મારા માટે નવી છે અને મારી ઉંમરના લોકોને નવી વસ્તુઓ કરવાની ઘણી ઓછી તકો મળે છે, પરંતુ હું આભારી છું કે માંને આ તક મળી.’
પ્રવાસી ભારતીયોના કર્યા વખાણ
વિદેશ મંત્રી ત્રણ દિવસીય એશિયાના પ્રવાસે છે. આ ક્રમમાં વિદેશ મંત્રી ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની 10મી સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. ભારતીય સમુદાયને સંબોધતા વિદેશ મંત્રીએ દેશની પ્રગતિમાં વિદેશમાં વસતા ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશની બહાર રહેવું સરળ નથી અને જે લોકો વિદેશમાં રહે છે, તેઓ મોટા ભાગે દિલ અને દિમાગથી ભારતમાં રહે છે.


