- શેરડીના રસનો પણ બને છે ગોળ
- નારિયેળનો ગોળ ભારતીય રસોઈમાં લોકપ્રિય
- ખજૂરનો ગોળ હેલ્થ માટે લાભદાયી
ઠંડીની સીઝનમાં ગોળ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. સૌથી પહેલા તો ગોળમાં નેચરલ શુગર હોય છે જેનાથી શરીરને તાકાત મળે છે અને તે ઠંડીથી બચાવે છે. ગોળ ખાવાથી શરીર ગરમ રહે છે. આ સિવાય તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી ઈમ્યુનિટી વધે છે અને તેનાથી શરદી સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે. આ સિવાય ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ્સ પણ હોય છે જે કોશિકાઓને નુકસાનથી બચાવે છે. તે પાચનતંત્રને પણ મજબૂત કરે છે અને શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
તો જાણો ગોળના કેટલા પ્રકાર હોય છે અને તેનાથી શરીર અને સ્કીનને શું ફાયદા થાય છે
શેરડીનો ગોળ
શેરડીનો ગોળ ભારતમાં સૌથી સરળ અને લોકપ્રિય ગોળ છે. આ શેરડીના રસથી તૈયાર કરાય છે. શેરડીના ગોળમાં અનેક પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. શેરડીનો ગોળ ગ્લુકોઝ, ફ્રૂક્ટોઝ અને સૂક્રોઝથી બને છે જે તરત જ ઉર્જા આપે છે. શેરડીના ગોળનું સેવન થાક દૂર કરે છે અને ઉર્જાનું સ્તર વધારે છે. આ સિવાય તે પાચનતંત્રને પણ મજબૂત કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.
નારિયેળનો ગોળ
નારિયેળનો ગોળ ભારતીય રસોઈમાં લોકપ્રિય છે. તે નારિયેળના રસથી બને છે. તેમાં અનેક એવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. આ ગોળમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે. નારિયેળનો ગોળ હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે. આ ગોળનું નિયમિત સેવન કરાય તો શરીરમાં પાણીની ખામી રહેતી નથી. તે સ્કીન માટે ફાયદારૂપ છે.
ખજૂરનો ગોળ
ખજૂરનો ગોળ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, તાંબુ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. આ તમામ તત્વોના કારણ ખજૂરનો ગોળ અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. તેનું સેવન કરવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તે હ્રદય માટે સારો માનવામાં આવે છે. આ ગોળમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ્સ શરીરને કોશિકાને નુકસાનથી બચાવે છે અને સાથે એનિમિયાની ખામીથી પણ રાહત આપે છે.