- બીપી, હાર્ટ સંબંધિત રોગમાં મળશે રાહત
- વોકિંગ વજનને કંટ્રોલ કરવામાં પણ કરશે મદદ
- 6-60 વર્ષની ઉંમર માટે જરૂરી છે કેટલુક દૈનિક વોકિંગ
અનેક લોકો એવા છે જે પોતાને ફિટ રાખવા માટે જિમ, યોગ કરવાને બદલે ચાલવાનું પસંદ કરે છે. હેલ્ધી બોડી અને માઈન્ડ માટે રોજ વોક કરવાનું જરૂરી છે. વોક કરવાનું સૌથી બેસ્ટ માનવામાં આવે છે કેમકે તેનાથી આખા શરીરની કસરત થાય છે અને બોડી એક્ટિવ રહે છે. તમને જણાવી દઈએ કે અલગ અલગ કસરત કરવાને બદલે તમે વોક કરવાથી ફાયદો થશે. હવે સવાલ એ છે કે કોણે એક દિવસમાં કેટલું વોક કરવું. વોક કરવાથી કેટલો ફાયદો થાય છે.
એક સંશોધન અનુસાર ઉંમરના આધારે વ્યક્તિએ ચાલવું જરૂરી છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે. સાથે લાઈફસ્ટાઈલ સાથેની કેટલીક બીમારીનો ખતરો પણ ઘટે છે. ડાયાબિટીસ, હાઈબીપી અને હાર્ટ સંબંધી મુશ્કેલીઓ પણ ઓછી થાય છે.
જાણો કઈ ઉંમરે કેટલું ચાલવું
6 થી 17 વર્ષની ઉંમરે કેટલું ચાલવું
6-17 વર્ષની વયના લોકો જેટલું વધુ ચાલશે, તેમને તેટલા વધુ લાભ મળશે. આ ઉંમરના લોકોએ એક દિવસમાં ઓછામાં ઓછા 15 હજાર પગલાં ચાલવા જોઈએ. જ્યારે સ્ત્રીઓએ 12 હજાર પગલાં ચાલવા જોઈએ.
18 થી 40 વર્ષની ઉંમરે
આ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓએ એક દિવસમાં ઓછામાં ઓછા 12 હજાર પગલાં ચાલવા જોઈએ.
40 વર્ષની ઉંમરે
40 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે, તેથી આ ઉંમરના લોકોએ એક દિવસમાં 11 હજાર પગલાં ચાલવા જોઈએ.
50 વર્ષથી વધુ ઉંમર
50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ 10 હજાર પગલાં ચાલવા જોઈએ.
60 વર્ષની ઉંમર પછી
60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ એક દિવસમાં ઓછામાં ઓછા 8 હજાર પગલાં ચાલવા જોઈએ. જ્યારે પણ તમે ચાલો ત્યારે ઉર્જા સાથે ચાલો. તેમ છતાં, જો તમને ચાલતી વખતે થાક લાગે છે, તો પછી બેસો અને પછી ફરી ચાલશો નહીં.