- કેળા, પાલક, બ્રોકોલી જેવી ચીજોનું સેવન વધારો
- નજીકથી લેપટોપને જોવું આંખને માટે નુકસાનદાયી
- લેપટોપ, મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસને કરો મેનેજ
ટેકનિકલ યુગમાં સ્ક્રીન સંબંધિત કામ વધી ગયું છે અને તે જીવનનો ભાગ પણ બન્યું છે. ઓફિસમાં કામ કરવાનું હોય કે આરામથી સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું હોય, મૂવી નાઈટની મજા લેવી હોય, તમારું ધ્યાન સ્ક્રીન પર રહે છે. આ લોન્ગ ટાઈમ એક્સપોઝર ખાસ કરીને માથું દુઃખવું અને આંખમાં દુઃખાવવાનું કારણ બની શકે છે. આ ડિજિટલ દુનિયામાં તમે આંખ પર પડતા દબાણને જાણો કેવી રીતે ઓછી કરી શકશો. તો જાણો કેટલાક ખાસ ઉપાયો.
ન્યૂટ્રિએન્ટ્સનું કરો સેવન
આંખનું દર્દ વધે ત્યારે તેને પોષણ આપવાનું જરૂરી છે. તેના માટે હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન એ અને ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. તમે કેળા, પાલક, બ્રોકોલી જેવી ચીજોનું સેવન વધારો તે જરૂરી છે.
20-20ની ફોર્મ્યુલા અપનાવો
તમારું કામ કેટલું પણ જરૂરી કેમ ન હોય તમે સ્ક્રીન પર સતત નજર રાખો તે તમારા માટે નુકસાનદાયી સાબિત થશે. આ માટે 20-20ની ફોર્મ્યુલા અપનાવો. 20 મિનિટ બાદ આંખને 20 સેકંડનો આરામ આપો. તમે સ્ક્રીન પરથી ધ્યાન કોઈ અન્ય જગ્યાએ લઈ જઈ શકો છો અથવા તો આંખ બંધ કરીને પણ બેસી શકો છો.
સ્ક્રીનથી અંતર રાખો
જ્યારે પણ લેપટોપ પર કામ કરો તો સ્ક્રીનથી એક નિશ્ચિત અંતર બનાવીને રાખો કેમકે વધારે નજીકથી લેપટોપને જોવું તમારી આંખને માટે નુકસાનદાયી બની શકે છે. અંતર રાખવાનું શરૂ કર્યા બાદ આ મુશ્કેલી ઓછી થશે.
સ્ક્રીનની બ્રાઈટનેસને બેલેન્સ કરો
લેપટોપ અને મોબાઈલની સ્ક્રીનની બ્રાઈટનેસ પણ વધારે કે ઓછી હોય તો તમે આંખમાં દર્દ થાય છે. આ માટે તમે બ્રાઈટનેસને બેલેન્સ કરો જેથી તમારી આંખને દર્દથી બચાવી શકાય.