- શિયાળામાં વધે છે રીંગણના શાકની માંગ
- રીંગણના ઓળો સિવાય બનાવો આ શાક
- ચટપટા શાકથી વધશે ભોજનની મજા
શિયાળામાં રીંગણની માંગ વધી જતી હોય છે. આ સમયે રીંગણમાં પણ અનેક પ્રકાર આવે છે. લીલા રવૈયા, પર્પલ રવૈયા, ભડથાના રીંગણ, લાંબા રીંગણ, જાંબલી રીંગણ વગેરે. તમે અનેક રીંગણના વિવિધ શાક બનાવ્યા હશે. ક્યારેક તેને બટાકા સાથે મિક્સ કર્યા હશે અને ખીચડી સાથે સ્વાદ માણ્યો હશે. પણ જો તમે આ ખાસ રીતે રીંગણ અને ટામેટાનું શાક બનાવશો તો તમે તેનો અલગ જ સ્વાદ માણી શકશો. તેને તમે ભાત સાથે કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો. તો જાણો બનાવવાની રીત.
સામગ્રી
- લાંબા કાળા રીંગણ
- ટામેટા
- ડુંગળી
- આદુ-લસણની પેસ્ટ
- લીલા મરચા
- કોથમીર
- લાલ સૂકા મરચા
- મીઠું
- લાલ મરચું પાવડર
- ગરમ મસાલા
- ધાણા પાવડર
- લીમડાના પાન
- જીરું
- રાઈ
- હીંગ
- દહીં
- સરસિયાનું તેલ
આ રીતે કરો તૈયારી
આ શાક બનાવવા માટે સૌથી પહેલા રીંગણને ધોઈને સારી રીતે સાફ કરી લો. હવે વચ્ચેથી કટ કરો અને ચેક કરો કે તે ખરાબ તો નથી ને. બધા રીંગણ એક તરફ રાખો. આ પછી ટામેટા- લીલા મરચાને ધોઈને સાફ કરી લો. હવે મરચામાં વચ્ચેથી કટ લગાવી લો અને ટામેટાને 2 ભાગમાં કાપી લો. હવે એક ડુંગળીને બારીક સુધારીને અલગ રાખો.
કેવી રીતે બનાવશો
હવે એક કઢાઈ લો અને સરસિયાનું તેલ ગરમ કરો. તેમાં પહેલા રીંગણને શેકી લો અને સોનેરી થાય ત્યારે હટાવી લો. ટામેટા અને લીલા મરચાને પણ શેકી લો. હવે કઢાઈમાં તેલ વધારે છે તો તેન કાઢી લો. તેમાં આખા લાલ મરચા, ધાણાજીરું, રાઈ, હીંગ, લીમડાના પાન ઉમેરો અને શેકી લો. હવે તેમાં ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો. આ સાથે તેમાં લાલ મરચું, મિક્સ કરી લો. મસાલો બરાબર ચઢે ત્યારે તેમાં દહીં મિક્સ કરો. હવે શાકમાં તેલ ઉપર દેખાય તો તેમાં રીંગણ, ટામેટા અને મરચા ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો અને થોડી વાર માટે ચઢવા જો. શાક ચઢે એટલે તેમાં મીઠું અને ગરમ મસાલો ઉમેરો. તેને કોથમીરની મદદથી ગાર્નિશ કરો અને સર્વ કરો.