- લાંબા સમય સુધી રાખેલી મલાઈ યૂઝ ન કરો
- સારી ક્વોલિટીના દહીંની પસંદગી કરો
- મલાઈને ફ્રિઝથી બહાર કાઢ્યા બાદ તેમાં દહીં મિક્સ કરો
ભારતીય ભોજનમાં ઘીને હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. પરાઠા, શાક, વઘાર સહિત અનેક ચીજોમાં ઘીનો ઉપયોગ કરાય છે. બજારમાં દરેક વસ્તુમાં મિલાવટ આવે છે તો ઘી લોકો ઘરે ઝડપથી બની જાય તેવા રસ્તા શોધતા રહે છે. તો આજે જાણો કૂકરમાં ઝડપથી ઘી કઈ રીતે બનાવી શકાય અને તે પણ બજાર જેવું દાણેદાર.
લાંબા સમય સુધી રાખેલી મલાઈ યૂઝ ન કરો
ઘી બનાવવા માટે મલાઈને અઠવાડિયાથી વધારે સ્ટોર કરવી નહીં કેમકે લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખેલી મલાઈની ઉપર એક લેયર જામી જાય છે. અનેક વાર તેમાંથી સ્મેલ પણ આવવા લાગે છે. તેનાથી ઘીની સુંગધ ખરાબ થવાની સાથે સાથે તેનો સ્વાદ પણ બગડી શકે છે. આ માટે કોશિશ કરો કે મલાઈને 2 અઠવાડિયા સુધી સ્ટોર ન કરો.
સારી ક્વોલિટીના દહીંનું કરો સેવન
દેશી ઘી બનાવવા માટે મહત્ત્વનું છે દહીંની યોગ્ય પસંદગી.હંમેશા સારી ક્વોલિટીનું દહીં વાપરો. કોશિશ કરો કે ઘરનું જામેલું દહીં ઉપયોગમાં લેવામાં આવે.
ધીમા ગેસે બનાવો
જ્યારે ઘી બનાવવા મલાઈને ગરમ કરો તો ગેસ ધીમો રાખો જેથી મલાઈ બળે નહીં. દાણેદાર ઘી બનાવવા માટે મલાઈમાં સોડા ઉમેરો. ઘી કાઢતા ચપટી સોડા નાંખવાથી દાણેદાર ઘી બનશે.
પ્રેશર કૂકરમાં આ રીતે બનાવો ઘી
તમે કઢાઈમાં ઘી અનેકવાર કાઢ્યું હશે પણ આજે આપણે કૂકરમાં ઘી બનાવવાની રીત જાણીશું. આ માટે તમે સૌથી પહેલા કૂકરમાં પાણી મૂકો અને તેમાં મલાઈને મિક્સ કરો. પાણી એટલું હોય કે તેમાં મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય. હવે કૂકરને બંધ કરીને 1 સીટી લો. પછી ગેસ બંધ કરી લો અને પ્રેશર નીકળી જાય પછી ઢાંકણું ખોલી લો. હવે મલાઈને ધીમા ગેસ પર ઉકળવા દો. આ સમયે તેમાં થોડો સોડા મિક્સ કરી લો. હવે મલાઈને હલાવતા રહો. સાથે તમે તેમાં પાણીના કેટલાક ટીપાં છાંટતા રહો. તમને ધીમે ધીમે ઘીનો રંગ સોનેરી દેખાશે. હવે ગેસ બંધ કરી લો. કૂકરમાં દાણેદાર ઘી બની જશે.