- ફરાળમાં મેળવો નવો ટેસ્ટ
- દહીંની આ વાનગી રાખશે એનર્જેટિક
- ચટાકેદાર દહીંવડાથી બનશે દિવસ ખાસ
રોજ એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. આથી જ આજે અમે તમારા માટે નવા જ પ્રકારની ચટાકેદાર વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. તો આજે અમે તમારા માટે ફરાળી દહીંવડાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઉપવાસ પણ ટ્રાય કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી દહીંવડા.
સામગ્રી
- 100 ગ્રામ મોરૈયો
- 3 ચમચી શિંગોડાનો લોટ
- 2 ચમચી લીલી ચટણી
- 2 ચમચી ખજૂર આમલીની ચટણી
- 3 ચમચી મસાલા વાળું દહીં
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ જરૂર પ્રમાણે
બનાવવાની રીત
સૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેને ગરમ તેલમાં ચમચાથી લઈ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાંખવી. તેના પર ખજુર-આંબલીની ચટણી નાંખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાંખી સર્વ કરવું. તૈયાર છે ફરાળી દહીંવડા.