- મોદકનો પ્રસાદ ભગવાન ગણેશને પ્રિય છે
- પરંપરાગત મોદક સિવાય અનેક મોદક પણ ધરાવાય છે પ્રસાદમાં
- જાણો રવાના મોદકને કઈ રીતે સરળતાથી બનાવાશે ઘરે
કહેવાય છે કે મોદકનો પ્રસાદ ભગવાન ગણેશને પ્રિય હોય છે. લોકો આ ઉત્સવમાં મોદકનો ભરપૂર સ્વાદ માણે છે. કેમકે તે ગણેશજીનો પ્રસાદ છે. મોદક વિના ગણેશ ઉત્સવ અધૂરો માનવામાં આવે છે. પરંપરાગત મોદકની વાત કરીએ તો તે ચોખાના લોટ, નારિયેળ અને ગોળથી બને છે. પરંતુ હવે તેમાં અનેક વેરિએશન આવી ગયા છે. સ્વાદ માટે લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી લે છે જેમકે નારિયેળના મોદક, ચોકલેટના મોદક, ચુરમાના મોદક, રવાના મોદક. તો આજે આપણે અહીં રવાના મોદકનો ભોગ ગણેશજી માટે તૈયાર કરીશું. તો જાણો સિમ્પલ સ્ટેપ્સ અને સામગ્રી પણ.
રવાના મોદક બનાવવા માટેની સામગ્રી
- 1 કપ રવો
- 1 કપ મેંદો
- 1 કપ ખમણેલું નારિયેળ (છીણ)
- બારીક સુધારેલી બદામ, અખરોટ, પિસ્તા અને કિશમિશ
- મખાણા પાવડર
- સ્વાદ અનુસાર બૂરું ખાંડ
- તળવા માટે ઘી
- એક કપ દૂધ
બનાવવાની રીત
સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરીશે. આ માટે એક પેન લો અને તેને ગરમ કરો. આ પછી તેમાં છીણેલું નારિયેળ મિક્સ કરો અને તેને શેકો. આ પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ, ઘી, એલચી પાવડર અને ખાંડ મિક્સ કરી લો. હવે તેને સાઈડમાં રાખો અને લોટ બાંધો. મોદકનો લોટ બનાવવા માટે એક બાઉલમાં મેંદો અને રવો સારી રીતે મિક્સ કરો અને તેમાં થોડું ઘી મિક્સ કરો. આ પછી દૂધ ઉમેરો અને પછી તેને મિક્સ કરો. લોટ બાંધ્યા બાદ તેના નાના લૂઆ બનાવો. હથેળીમાં થોડું ઘી લગાવો અને રવાનો લોટ લઈને ધીરેથી દબાવો. તેમાં નારિયેળનું મિશ્રણ ભરો અને કિનારીઓ બંધ કરીને એક સાથે લાવીને મોદકનો શેપ આપો. તમે ઈચ્છો તો મોદકના મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો.આ રીતે તમામ મોદક તૈયાર કરો અને પછી એક કડાહીમાં ઘી ગરમ કરો અને સાથે મોદક ફ્રાય કરી લો. તમારા મોદક બનીને તૈયાર થઈ જશે.