- વધારે પ્રમાણમાં લિક્વિડનું સેવન કરો, જેથી ડિહાઈડ્રેશન ન થાય
- સુતરાઉ અને લાઈટ કલરના કપડાં પહેરો અને સૂર્યપ્રકાશમાં જવાનું ટાળો
- આલ્કોહોલ, ચા અને કોફીનું સેવન ઉનાળામાં બનશે નુકસાનદાયી
ઉનાળાની ઋતુમાં ઘણા લોકો અસ્વસ્થતા અનુભવે છે, કારણ કે આ સમય દરમિયાન તાપમાન ઘણીવાર 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે, આવી સ્થિતિમાં તમે ઘરની બહાર નીકળવાનું ટાળો. જો કોઈ કારણસર તડકામાં બહાર જવાની ફરજ પડે છે, તો વ્યક્તિ પોતાને છત્રી અથવા કપડાથી ઢાંકીને રાહત મેળવવાનો પ્રયાસ કરે તે જરૂરી છે. ઘણી વખત હીટ વેવને કારણે આપણને હીટ સ્ટ્રોકનો સામનો કરવો પડી શકે છે, આવી સ્થિતિમાં આપણે આ સિઝનમાં પોતાને સ્વસ્થ અને ફિટ કેવી રીતે રાખવા તે જાણવું જોઈએ.
હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાયો
1. યોગ્ય આહાર લો
ઉનાળાની ઋતુમાં આપણા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જેથી આપણે હીટ સ્ટ્રોક અને થાક જેવી બાબતોથી પોતાને બચાવી શકીએ. આ સીઝનમાં ખાસ કરીને લીંબુ, નારંગી અને આમળાનું સેવન વધારવું જોઈએ.
2. તડકામાં કસરત ન કરો
ઉનાળાની ઋતુમાં બહારનું તાપમાન મર્યાદા કરતાં વધી જતું હોવાથી ઘરની અંદર અથવા જીમમાં કસરત કરવાનો પ્રયાસ કરો. જો તમારે આઉટડોર એક્સરસાઇઝ કરવી હોય તો સવારે વહેલા ઉઠો અને સૂર્યોદય પહેલા એક્સરસાઇઝ કરો.
3. ડિહાઈડ્રેશન ન થવા દો
ફળોમાં પાણી, નાળિયેરનું પાણી, છાશ, લીંબુ પાણી અને અન્ય પ્રવાહી પીવો. કોઈ પણ સંજોગોમાં શરીરમાં પાણીની ખામી ન થાય તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો. અન્યથા ડિહાઇડ્રેશનને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
4. સૂર્યપ્રકાશ ટાળો
એકદમ જરૂરી ન હોય તો તડકામાં બહાર ન જાવ. જો મજબૂરી હોય તો આ સમયગાળા દરમિયાન સુતરાઉ અને ઢીલા અને હળવા રંગના કપડાં પહેરો. ત્વચા પર સનસ્ક્રીન પણ લગાવો, ટોપી અને ચશ્માનો ઉપયોગ કરો.
5. આ પીણાં ટાળો
આલ્કોહોલ, ચા અને કોફીથી બચો કારણ કે ઉનાળાની ઋતુમાં આ પીણાંનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં