- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
- ભારતીય ટીમે અત્યાર સુધી તમામ મેચ જીતી
- ભારતને રોકવા માટે વસીમ અકરમે આપ્યું હાસ્યાસ્પદ નિવેદન
આ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા કુલ 8 મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. હવે ટીમ ઈન્ડિયા લીદ મેચમાાં માત્ર નેધરલેન્ડ વિરુદ્ધ મેદાને ઉતરશે. જેને તે સરળતાથી હરાવી શકે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાથી લઈને સાઉથ આફ્રિકા સુધી ટીમ ઈન્ડિયાને આ વર્લ્ડકપમાં કોઈ ટીમ હરાવી શકી નથી.
વસીમ અકરમે જણાવી ટીમ ઈન્ડિયાને હરાવવાની રીત
સમગ્ર દુનિયાના દિગ્ગજ આ વાત પર વિચાર કરી રહ્યા છે કે, આ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમને કેવી રીતે રોકી શકાશે. જેના પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, મોઈન ખાન, મિસ્બાહ ઉલ-હક અને શોએબ મલિક એક પાકિસ્તાની ચેનલ પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં કોઈ દર્શકે સવાલ પૂછ્યો કે, ભારતીય ટીમને આ વર્લ્ડકપમાં કેવી રીતે રોકી શકાશે? આ સવાલના જવાબમાં સ્વિંગના સરદાર વસીમ અકરમે કહ્યું કે, તમે તેના બેટ અને સૂઝ ચોરી લો તો જીત મળશે. ભારતીય ટીમને એકમાત્ર આવી રીતે રોકી શકાશે. વસીમ અકરમનું આ હાસ્યાસ્પદ નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સાઉથ આફ્રિકા સામે મેળવી 243 રને જીત
ભારતે ગઈકાલે સાઉથ આફ્રિકાને પણ 243 રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની 8મી જીત નોંધાવી છે.લ આ વર્લ્ડકપમાં ભારત બાદ સૌથી સફળ ટીમ સાઉથ આફ્રિકા હતી. જે કમાલની બેટિંગ અને બોલિંગ કરતી હતી, પરંતુ ભારત વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં સાઉથ આફ્રિકાની બોલિંગ પણ ચાલી શકી નહીં અને બેટિંગ પણ ખુબ શર્મનાક રહી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 326 રન બનાવ્યા હતા. આ વિશાળ ટાર્ગેટનો પીછો કરનારી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 83 રનમાં ઓલઆઉટ થઈ હતી. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, સેમીફાઈનલમાં ભારત કઈ ટીમ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે અને તે કેવું પ્રદર્શન કરશે.