- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે ઠંડીનું જોર વધશે
- હાલમાં વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી
- વાદળછાયું વાતાવરણ સાથે તાપમાનમાં ઘટાડો નોંધાશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણમાં ઠંડીનું જોર વધી શકે છે. જેમાં આગામી 2થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે ઠંડીનું જોર વધશે તેવી પણ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. પરંતુ આગામી બેથી ત્રણ દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે તાપમાનની વાત કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે.
જ્યારે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે ઠંડીનું જોર વધશે. જ્યાં એક તરફ અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી જ્યારે નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જેમાં પણ આગામી દિવસોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે જ 2 થી 3 ડિગ્રી સુધી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વર્ષના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે. આગામી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. તો આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.


