મેષ (અ. લ. ઈ) : કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. સત્તાવાહી રીતે તમે કામ લઇ શકશો. નોકરિયાતવર્ગ તેના અધિકારી પર પણ સારો પ્રભાવ પાડી શકે છે. તમે એક નવી તાજગી અનુભવશો અને સક્રિયપણે કાર્યમાં આગળ વધી શકશો. કાર્યસિદ્ધિ આપતો સમય.
વૃષભ (બ. વ. ઉ) : ધ્યાન, યોગ, નામ સ્મરણ દ્વારા તમારી આત્મિક ઊર્જા જગાવી શકશો. તમે જે હેતુથી આગળ વધી રહ્યા છો તેમાં ઈશ્વરી સહાય મળશે ઘણી જગ્યાએ તમારો દૈવી રીતે બચાવ થતો જોવા મળશે અને ભવિષ્યની કેડી કંડારી શકશો.
મિથુન (ક. છ. ઘ) : એકસાથે ઘણી બાબતોમાં ફેરફાર અનુભવી શકશો અને પરિવર્તનની તમારે ટેવ પણ પાડવી પડશે. તમે એકસરખી પરિસ્થિતિમાં રહેવા ટેવાઈ ગયા છો તેમાંથી બહાર આવવું પડે. કેટલીક તકલીફો બાદ તમે સફળતા મેળવી શકશો.
કર્ક (ડ. હ) : આ સમયમાં તમારું જાહેરજીવન સુધરતું જોવા મળે. જે મિત્રો વિદેશ જવા ઈચ્છે છે તેમને સારા સમાચાર મળે. તમારી આસપાસના લોકો હવે તમને સહાય કરવા તૈયાર છે માટે અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકશો. સમય શુભ રહે.
સિંહ (મ. ટ) : નાની-મોટી શારીરિક ફરિયાદ રહે. નિયમિતતા અને શિસ્તને જીવનમાં સ્થાન આપવું પડશે. રોગ, ઋણ અને શત્રુ પ્રભાવી થતા જોવા મળે. જોકે, આત્મિક બળથી તમે ત્રણેનો સામનો કરી શકશો, પરંતુ મનમાં થોડો ભાર રહેતો જોવા મળશે!
કન્યા (પ. ઠ. ણ) : તમારા મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો. વિદ્યાર્થીવર્ગ આ સમયમાં સારું પ્રદર્શન કરી શકે. જે મિત્રો કંઈક અલગ કરવા ઈચ્છે છે તેમને પણ સમય સાથ આપે. જોકે, તમારે બહુ જલદીથી કેટલાક કડક નિર્ણયો લેવા પડશે.
તુલા (ર. ત) : જમીન, મકાન, વાહનસુખ સારું રહે. ઘર પરિવાર સાથે આનંદપ્રમોદ માણી શકો. મુસાફરી કરી શકો અને નવી મુલાકાત ફળદાયી નીવડે. પ્રોપર્ટી અંગે વિવાદ હોય તો નિવારી શકો. વળી, નવી જમીન કે મકાન લેવાના યોગ પણ બની રહ્યા છે!
વૃશ્ચિક (ન. ય) : તમે ફરી સજ્જ થઇ તમારું કૌશલ્ય દર્શાવી શકશો. આ સમયમાં તમારી આવડતને તમારે જાહેર કરવી પડશે, જે તમારા ભવિષ્યને સોનેરી બનાવી શકશે. વળી, વિચારોમાં હકારાત્મકતા રાખવી પડશે. સૂર્ય તમે જે વિચારશો તે આ સમયમાં આપવા કૃતનિશ્ચયી છે.
ધન (ધ. ભ. ફ. ઢ) : પારિવારિક અને કૌટુંબિક બાબતો અંગે કામકાજ રહે. બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક બાબતોમાં સારું રહે, અટવાયેલાં નાણાં પરત મેળવી શકો. તમારાં સારાં વાણી વર્તનથી કાર્ય પૂર્ણ કરી શકો. સમય એકંદરે સારો રહે!
મકર (ખ. જ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. સત્તાવાહી રીતે કામ લઇ શકો. નોકરિયાતવર્ગને કામગીરી બતાવવાનો અવસર મળે. વેપારીવર્ગને પણ સારું રહે. સ્ત્રીવર્ગ માટે સમય ઉત્સાહજનક રહે તો વિદ્યાર્થીવર્ગ પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે.
કુંભ (ગ. સ. શ. ષ.) : અહંના ટકરાવથી નુકસાની થઇ શકે છે. અંગત સંબંધોમાં ગેરસમજ નિવારવા સલાહ છે. આ સમયમાં બિનજરૂરી ખર્ચ જોવા મળે. વળી, ક્યારેક કોઈ જગ્યાએ યોગ્ય જવાબ ન મળે અને અપમાન થતું હોય તેવું પ્રતીત થાય!
મીન (દ. ચ. ઝ. થ) : તમે કરેલા કાર્યનાં સારાં પરિણામ મેળવી શકો. લાભસ્થાન મજબૂત થતાં પદ અને પ્રતિષ્ઠા મળે. તમારા કામકાજની સરાહના થાય અને મિત્રોની મદદથી આગળ વધી શકો. પનોતીની અસર છતાં આ સમય તમે સારો અનુભવી શકો.