હુનર ઓનલાઈન ટીમના બ્રાન્ડ એમ્બેસેડર છે હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી
રાજકોટમાં યોજાયેલ કૌશલ્ય વિકાસ વર્કશોપમાં 200 થી વધુ મહિલાઓને ટાઈ એન્ડ ડાઈ,સ્મોકી આય મેક અપ,શિલ્પા શેટ્ટી દ્વારા ડિઝાઇન કરેલ હેલ્ધી પુડિંગ શીખવવામાં આવ્યું
હુન્નર ઓનલાઈન ક્લાસીસ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યની બહેનો માટે ચાલી રહ્યા છે. તેનો હેતુ ઘરે બેઠા બહેનો ભગવાન થાય અને આર્થિક રીતે પરિવારમાં મદદરૂપ થાય તે છે. હુનર ઓનલાઇન ક્લાસીસ દ્વારા મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ વગેરે 28 રાજ્યમાં 55 હજારથી વધુ બહેનો હુન્નર સાથે જોડાય છે. આ ક્લાસીસમાં કોઈપણ ઉંમરની બહેનો જોડાઈ શકે છે અને પોતાના કૌશલ્યને બહાર લાવી શકે છે. અહી ગાર્મેન્ટ મેકિંગ, એમ્બ્રોઈડરી,હોમ ડેકોર,ફેબ્રિક ડિઝાઇનિંગ,બેકિંગ ,બૂટિક મેનેજ મેંટ,ફૂડ તેમજ બ્યુટી ક્ષેત્રે પાયાથી લઈને બિઝનેસ ચલાવી શકો તેટલું નોલેજ આપવામાં આવે છે.વર્ગોમાં નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન આપવામાં આવે છે અને કોર્સ પૂર્ણ થયે હુન્નર તેમજ એનએસડીસીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.
હુન્નર સાથે 30 લાખ થી વધુ મહિલાઓ ઓન લાઇન ક્લાસિસ માં જોડાઈ ને આત્મ નિર્ભર બની રહી છે.હુન્નર તુમ્હારા સાથ હમારા એ સૂત્રને સાર્થક કરતા હુન્નરની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી.હોટેલ બિઝ ખાતે કૌશલ્ય વિકાસ વર્કશોપમાં 200 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ટાઈ એન્ડ ડાઈ,સ્મોકી આય મેક અપ,શિલ્પા શેટ્ટી દ્વારા ડિઝાઇન કરેલ હેલધી પુડિંગ શીખવવામાં આવ્યું હતું. હુનરની વર્કશોપ ટીમમાંથી વિજયા દુબે, નેહા, શ્વેતા, નાઝમીને એક નવું કૌશલ્ય શીખવ્યું. હુનર ઓનલાઈન મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.હુનર ઓનલાઈન ટીમના બ્રાન્ડ એમ્બેસેડર હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે.
હુન્નરની ટીમના વિજયા દુબે એ જણાવ્યું હતું કે,હુનર ઓનલાઈન પાસે 50 થી વધુ સરકારી પ્રમાણિત અભ્યાસક્રમો છે, જે મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે અને તેમને ઓળખ આપે છે. હુન્નર ની ઓનલાઈન એપ ડાઉનલોડ કરી અને ઘરે બેસીને નવું કૌશલ્ય શીખી શકો છો.હુન્નર ખરા અર્થમાં બહેનોમાં રહેલ કૌશલ્ય ને ઓળખી તેનામાં આત્મવિશ્વાસ જગાડે છે.
આ વર્ક શોપમાં હુન્નર સાથે જોડાયેલ રાજકોટના બહેનોએ હાજરી આપી હતી એટલું જ નહિ તેમણે ડીઝાઈન કરેલ કલોથસ પણ રાખવામાં આવ્યા હતા. હવે પછીનો વર્કશોપ 23 મી માર્ચે જામનગર માં યોજાનાર છે.