- ટેક્સાસના ઈતિહાસમાં સૌથી મોટો આગનો બનાવ
- આ આગને સ્મોક હાઉસ ક્રીક ફાયર પણ કહેવામાં આવે છે
- આગને લીધે સેંકડો જનાવરો પણ ટપોટપ મોતને ભેટયાં
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટી આગનો બનાવ બન્યો છે. આગને લીધે લાખો મીટરના વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો છે. આ આગથી હજારો ઘર અને જનાવર આગમાં સ્વાહા થઈ ગયા છે. આગ ઓલાઈ ગયા બાદ પણ એના નિશાન ટેક્સાસ રાજ્યમાં દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા છે. આ આગને સ્મોક હાઉસ ક્રીક ફાયર પણ કહેવામાં આવે છે. અગાઉ વર્ષ-2006માં પણ ટેક્સાસના જંગલોમાં આગ ફેલાઈ હતી, જેમાં 1400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નાશ પામ્યો હતો અને 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા..
આગે મચાવ્યો કેર
ટેક્સાસના પેનહેંડલના જંગલોમાં આગ લાગી હતી. જેના લીધે અસરગ્રસ્ત વિસ્તાર છોડીને સુરક્ષિત સ્થાને જવું પડયું હતું. આના લીધે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવો પડયો હતો. જેથી હજારો લોકોને અસર થઈ હતી.
આ ઉપરાંત એક પરમાણુ હથિયાર યુનિટને થોડા સમય માટે બંધ કરવાની નોબત આવી હતી. કારણ કે તેજ પવન, સુકું ઘાસ અને ભીષણ ગરમીને લીધે આગ ઝડપથી ફેલાઈ રહી હતી.જંગલમાં લાગેલી આગને લીધે જનાવરો પણ ટપોટપ મોતને ભેટયા હતાં.
સ્મોક હાઉસ ક્રીકમાં લાગેલી આગ ટેક્સાસની સૌથી મોટી છે. આ આગને લીધે ટેક્સાસ રાજ્યને ખરાબ રીતે પ્રભાવિત કર્યું હતું. જો કે આગ કાબૂ થયા પછી પીડિતોની મદદ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઝપટમાં આવવાથી 10 લાખ એકરથી વધુ વિસ્તાર સળગીને ખાખ થઈ ચુક્યો છે.


