- જગદીપ ધનખડનું છલકાયુ દર્દ
- કહ્યું હું એક પીડિત છું
- ISSની પ્રોબેશનર્સની બેચને કર્યુ સંબોધન
રાજ્યસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ટીએમસી સાંસદ દ્વારા મિમિક્રી ઉતારવા બાબતે ઘણુ રાજકારણ ગરમાયુ છે. તેમના અપમાન બદલે વિપક્ષને પણ આડેહાથ લેવામાં આવ્યું છે. ત્યારે આજે ISSની પ્રોબેશનર્સની વર્તમાન બેચને સંબોધિત કરતી વખતે પોતાનું દર્દ છલકાયુ હતું.
હું પીડિત છું- જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે હું પીડિત છું! એક પીડિત જ જાણે છે કે તેણે સહન કરવાનું છે. અપમાનનો સામનો કરવાનો છે અને તેજ દિશામાં આગળ વધવાનું છે જે રસ્તો મા ભારતીની સેવા તરફ જાય છે. વધુમાં જણાવ્યું કે હું બંધારણીય હોદ્દો સંભાળું છું, રાજ્યસભાનો અધ્યક્ષ છું અને ઉપરાષ્ટ્રપતિ છું તો પણ લોકો મને છોડતા નથી! પરંતુ શું આ મારી માનસિકતા બદલવી જોઈએ? શું તે મને મારા માર્ગ પરથી હટાવી શકશે? ના! હું સત્યના માર્ગ પર છું અને આપણે હંમેશા આગળ વધતા રહેવું જોઈએ
કલ્યાણ બેનર્જીએ ઉડાવી હતી મજાક
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે ગૃહમાં હંગામો કર્યો હતો. જેના પર વિપક્ષના સાંસદોને સંસદના બંને ગૃહોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદ ભવન સંકુલમાં વિપક્ષી નેતાઓએ આનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની મજાક ઉડાવી અને તેમની નકલ કરી હતી. જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કલ્યાણ બેનર્જીની મિમિક્રી કરતો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આના પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને તેમના પર વ્યક્તિગત હુમલો ગણાવ્યો હતો.


