શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે, જેનો પાઠ જ્ઞાન, વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. હવે સાકાર રૂપે પ્રગટ ભગવાન પોતાનું અત્યંત ગોપનીય રહસ્ય પ્રગટ કરતાં ગીતા(15/18)માં કહે છે કે –
યસ્માત્ક્ષરમતીતોઙહમક્ષરાદપિ ચોત્તમઃ।
અતોડસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ।।
હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી 5ણ ઉત્તમ છું એટલા માટે લોકમાં અને વેદમાં પુરુષોત્તમ નામથી સિદ્ધ છું. ભગવાન કહે છે કે ક્ષર પ્રકૃતિ પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે અને હું નિત્ય નિરંતર નિર્વિકાર રૂ5થી જેમ છું તેમ જ રહેવાવાળો છું. એટલા માટે હું ક્ષરથી સર્વથા અતીત છું. શરીરથી 5ર વ્યા5ક શ્રેષ્ઠ પ્રકાશક સબળ શ્રેષ્ઠ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોથી 5ર મન છે અને મનથી 5ર બુદ્ધિ છે. આ રીતે એકબીજાથી પર હોવા છતાં શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એક જ જાતિનાં જડ છે, પરંતુ પરમાત્મા તત્ત્વ એમનાથી અત્યંત પર છે, કેમ કે તે જડ નહીં ચેતન છે.
જોકે, પરમાત્માનો અંશ હોવાના કારણે જીવાત્મા પરમાત્માની સાથે તાત્ત્વિક એકતા છે તો પણ અહીં ભગવાન પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે. તેનાં બે કારણો છે : પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સંબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે. જ્યારે પરમાત્મા ક્યારેય મોહિત થતા નથી. પરમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને અવતાર લે છે, જ્યારે જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે. પરમાત્મા સદૈવ નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માએ નિર્લિપ્ત થવા માટે સાધના કરવી પડે છે. અહીં લોક શબ્દનો અર્થ પુરાણ સ્મૃતિ વગેરે શાસ્ત્રો. શાસ્ત્રોમાં ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. શુદ્ધ જ્ઞાનનું નામ વેદ છે જે અનાદિ છે. તે જ જ્ઞાન વેદોના રૂપથી પ્રગટ થયું છે. વેદોમાં ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે. ભૌતિક સૃષ્ટિ ક્ષર-નાશવાન છે ને પરમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર-અવિનાશી છે. ક્ષરથી અતીત અને ઉત્તમ હોવા છતાં પણ અક્ષરે ક્ષર સાથે પોતાનો સંબંધ માની લીધો એનાથી મોટો બીજો કોઇ દોષ, ભૂલ કે અશુદ્ધિ નથી. ક્ષરની સાથે તે સંબંધ ફક્ત માનેલો છે. વાસ્તવમાં એક ક્ષણ પણ રહેવાવાળો નથી. જેવી રીતે બાલ્યાવસ્થાથી અત્યાર સુધી શરીર બિલકુલ બદલાઇ ગયું હોવા છતાં આપણે કહીએ છીએ કે હું તે જ છું.
મનુષ્યને શરીર વગેરે નાશવાન પદાર્થો અધિકાર કરવા કે પોતાના માનવા માટે મળ્યાં નથી, પરંતુ સેવા કરવા માટે જ મળ્યા છે. આ પદાર્થો દ્વારા બીજાઓની સેવા કરવાની મનુષ્ય ઉપર જવાબદારી છે.. ક્ષર-અક્ષરની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ પરમાત્માની સ્વતંત્ર સત્તા છે. ક્ષર-અક્ષર બંને પરમાત્મામાં જ રહે છે, પરંતુ અક્ષર જીવ ક્ષરની સાથે સંબંધ જોડીને તેને આધીન થઇ જાય છે. પરમાત્મા ક્ષરને આધીન નથી, પરંતુ સ્વતઃ અસંગ રહે છે, તેથી પરમાત્મા અક્ષર જીવથી પણ ઉત્તમ છે. જે જીવ જગત સાથે સંબંધ ન રાખીને તેના સ્વામી પરમાત્મા સાથે સંબંધ જોડે તો તે પરમાત્મા સાથે અભિન્ન બની જશે. મુક્તિમાં અક્ષર સ્વરૂપમાં સ્થિતિ થાય છે, પરંતુ ભક્તિમાં અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ અંશ છે પુરુષોત્તમ અંશી છે.