વિરાટ કોલહીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી. ઇંગ્લેન્ડ ટેસ્ટ પહેલા જ લીધો આ નિર્ણય.તેમજ વિરાટ કોહલીની નિવૃતિ પર મોહમ્મદ કૈફએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
મોહમ્મદ કૈફએ વિરાટને કહ્યો ભારતને સિંહ
મોહમ્મદ કૈફએ વિરાટ કોહલીની નિવૃત્તિ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું- ભારતનો સિંહ, વિરાટ કોહલી હવે આરામ કરવાના મૂડમાં છે. તેનું મન નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વિરાટને સિંહ માનનારા કૈફે કહ્યું કે તેણે ઈંગ્લેન્ડમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.
કૈફના મતે, વિરાટે ઇંગ્લેન્ડ જવું જોઈએ અને ત્યાં પોતાના ગુણો સાબિત કરવા જોઈએ અને પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત શાનદાર રીતે કરવો જોઈએ. જેમ તેણે T20 વર્લ્ડ કપ જીત્યા પછી તેના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું.
વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
વિરાટ કોહલીએ 10 મેના રોજ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અને આજે 12 મેના રોજ તેને નિવૃતિની જાદેરાત કરી હતી. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી તો તેણે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર વાદળી જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. સફેદ રંગમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે.


