- અભિમન્યુ ઇશ્વરનનું ભારતની A ટીમ માટે સતત સારૂં પ્રદર્શન
- દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારત A ટીમમાં જગ્યા મળી
- અભિમન્યુ ઇશ્વરનનું અત્યાર સુધી સારૂ પ્રદર્શન
બંગાળ ટીમના અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરને ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇશ્વરન ભારત A ટીમ માટે સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 88 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6500થી વધુ રન બનાવ્યા છે. આ 28 વર્ષીય ટોપ ઓર્ડર બેટ્સમેનને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારત A ટીમમાં જગ્યા મળી છે. જોકે, તે રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. તે વિજય હજારે ટ્રોફીમાં ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ભારત માટે રમવું એક સપનું
હકીકતમાં, 28 વર્ષીય અભિમન્યુ ઇશ્વરને કહ્યું કે, તેનું એકમાત્ર સપનું ભારત માટે રમવાનું છે અને તે તેના માટે પ્રયાસ કરતો રહેશે. દેશ માટે રમવું એ કોઈપણ ખેલાડીનું અંતિમ લક્ષ્ય એ હોય છે જે બેટ અથવા બોલ ઉપાડે છે.
ભારત માટે ડેબ્યુ કરવાથી 2 વખત ચૂક્યો
લોકો મારા વિશે ભારતીય ક્રિકેટર તરીકે વાત કરે છે, પરંતુ મેં હજુ સુધી ભારત માટે ડેબ્યુ કર્યું નથી. જોકે, મને આશા છે કે મારૂં આ સપનું ટૂંક સમયમાં પુરૂં થશે. હું તેને આટલી સરળતાથી હિમ્મત હારીશ નહી. હું આ માટે સતત પ્રયાસ કરતો રહીશ. આ સાથે અભિમન્યુએ કહ્યું કે હું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ‘A’ ગેમ રમી શકું છું. મારા ટાંકા 6 તારીખે ખોલવામાં આવશે. પછી સપોર્ટ સ્ટાફ અને મેડિકલ ટીમ નક્કી કરશે કે હું રમી શકું છું કે નહીં.
અભિમન્યુ ઇશ્વરનનું અત્યાર સુધીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે અભિમન્યુ ઈશ્વરને 88 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6567 રન બનાવ્યા છે, જેમાં 22 સદી અને 26 અડધી સદી છે. આ સમયગાળા દરમિયાન તેની બેટિંગ એવરેજ 47.24 હતી. ઇશ્વરને 29 નવેમ્બરે રમાયેલી વિજય હજારે ટ્રોફી મેચમાં મધ્યપ્રદેશ સામે 95 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા.


