કોઈ પણ ગેરરીતિમાં મારું નામ આવશે તો ગોવિંદ પટેલ નહિ હોઈ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ મંત્રીઓ અને ધારાસભ્યો એક અઠવાડિયા પછી મીડિયા સામે આવ્યા છે.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આજરોજ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે કહ્યું હતું કે અગ્નિકાંડમાં જે કોઈ પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે હું દિલગીરી વ્યક્ત કરૂ છું. અગ્નિકાંડ બાબતે પૂર્વ ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તે યોગ્ય દિશામાં ચાલી રહી છે. તપાસ બાબતે મારું અંગત મંતવ્ય કાંઈ ન ચાલે સીટ દ્વારા જે તપાસ ચાલી રહી છે તે બરોબર છે. મારું નામ જ્યારે આવશે ત્યારે ગોવિંદભાઈ નહીં હોય તેવું તેમણે જણાવ્યું હતું.
ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને મીડિયા દ્વારા પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેવો મૃતકોના પરિવાર સાથે પણ સંપર્કમાં રહ્યા છે. જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં આવશે નહી. આ કેસ મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખે મીડીયાને જણાવ્યું હતું કે સાગઠીયાનું નામ ખૂલ્યું છે કુદરત તેમને સજા આપશે. તેમજ જે અગ્નિકાંડમાં થયો તેમાં મારૂં ક્યાંય નામ આવશે તો હું જાહેરજીવન છોડી દઈશ. તેમજ પત્ર બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે કમલમમાં કોઈ પત્ર મળ્યો નથી. તેમજ મવડી અને વાવડીમાં મારું કોઈ નામ કે લોકેશન સામે આવશે તો પણ હું જાહેરજીવન છોડી દઈશ.
પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષથી કોર્પોરેટર તરીકે કામ કરું છું અને મારાં સમયગાળા દરમિયાન મેં કોઈ અધિકારીને છાવરીયા નથી અને જે કઈ ફરિયાદ આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.


