- પાંચ વિધાનસભા સીટની જવાબદારી જે તે લોકસભાના નિરીક્ષક બજાવશે
- આ ચૂંટણી નિરીક્ષકો ટૂંક સમયમાં તેમને સોંપાયેલી સીટની જવાબદારી સંભાળશે
- બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ
કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં યોજાનારી 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 27 આઇએએસ અને કુલ 14 આઇપીએસ અધિકારી બેઠકવાર નિયુક્ત કર્યા છે. જેમાં કચ્છના કચ્છ-1 અને કચ્છ-2 એમ બે ભાગ કરી કચ્છ-1માં અબડાસા, માંડવી, ભૂજ અને અંજાર તથા કચ્છમાં ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભા ક્ષેત્રો સમાવિષ્ટ કર્યાં છે. વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે તે લોકસભા સીટ માટે નિયુક્ત ઓબ્ઝર્વર જવાબદારી બજાવશે. આ ઓબ્ઝવર્સ તેમને સોંપાયેલી બેઠકનો ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. બાર આઇપીએસને બે લોકસભા બેઠકો સોંપાઈ છે. રસપ્રદ એ છે કે આઇએએસ રાજેન્દ્રકુમાર કટારા જેઓ મૂળે રાજસ્થાનના વતની છે, તેમને સાબરકાંઠા લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યાં કટારા અટક ધરાવતા સંખ્યાબંધ અનુસૂચિત જનજાતિના મતદારો છે.


